________________
ઈથ્રોપદેશ
૬૩
શિષ્ય—ભગવન્ ! ધન કમાવામાં અધિક પાપ છે, અને તે દુ:ખનું કારણ છે, તેથી ધનને નિધ કહા છે, પરંતુ ભાગે પાગની સામગ્રી ધન વિના પ્રાપ્ત થઈ શકતી નથી, તેથી ધનની તેા જરૂર છે જ. અને તેટલા માટે ધનને પ્રશંસનીય જાણવું જોઇએ.
કારણ
આચાય –હે વત્સ ! તારી એ વાત ખરાખર નથી,
કે
ભોગપભોગ ઘણા કથી પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે શરીર, ઇન્દ્રિયા અને મનને ઘણું ક, કલેશ પહેાંચ્યા પછી જ ભોગાપભોગ પ્રાપ્ત થઈ શકે છે. અને ભેગ પ્રાપ્ત થયા પછી પણ તેનાથી તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. ઊલટુ તે ભોગાને વારવાર ભોગવવાનું મન થયા કરે છે, અને વારંવાર ભોગગ્યા છતાં પણ કયારેય તૃપ્તિ થતી નથી, પરંતુ વધારે અને વધારે મેળવવાંની અને ભોગવવાની તૃષ્ણા વધતી જ જાય છે. એટલું જ નહિ પરંતુ તેનો ત્યાગ કરતાં પણ દુઃખ થાય છે. ભોગો પરની આસક્તિને લીધે પતે તો તેને ત્યાગ કરે જ નહિ, પણ કોઈ જાતની આફત આવી પડતાં ન છૂટકે ભાગાને છોડવા પડે છે, ત્યાગવા પડે છે, ત્યારે પણ ઘણું દુઃખ થાય છે.
આ પ્રમાણે ભોગેાને પ્રાપ્ત કરવામાં, ભોગવવામાં અને ત્યાગ કરવામાં, એમ ત્રણે પ્રકારે દુ:ખકર્તા છે. એવા ભોગામાં કયા બુદ્ધિમાન સુજ્ઞ મનુષ્ય આનંદ માને કે એવા ભોગામાં કેણુ આસક્ત થઈને તેમાં પ્રીતિ કરે? ૧૭.