________________
૧૫
ઈબ્રોપદેશ છે, તથા દેહને માટે જે હિતકર્તા, કલ્યાણકારી છે, તે આત્માને માટે અહિતકર્તા છે.
દાખલા તરીકે ઉપવાસ વગેરે તપ સાધના કરવી તે કર્મોને નષ્ટ કરનાર હોઈ આત્મા માટે હિતકર અને કલ્યાણકારી છે. પરંતુ શરીરમાં તેથી ભૂખને કારણે ગ્લાનિ, શિથિલતા ઉપજે છે. એટલે કે તપ-સાધના શરીર માટે અહિતકર છે.
હવે તેનાથી વિપરીત ધનોપાર્જનનો દાખલે લઈએ ધનાપાર્જનથી અન્ન, વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરીને શરીરને સંતોષાય છે, એટલે તે શરીર માટે હિતકારી છે, ત્યારે ધને પાર્જનમાં અનેક પ્રકારનાં પાપ કરવા પડે છે, તેથી તે આત્મા માટે અહિતકર છે. ૧૯
શિષ્ય-“શરીરમાદ્ય ખલુ ધર્મ સાધન”—શરીર ધર્મ કરવાનું મુખ્ય સાધન છે. વળી શરીરમાં રેગાદિ થાય તે ધ્યાનથી સહેલાઈથી મટાડી શકાય છે, જેમ કે તત્ત્વનુશાસનમાં કહ્યું છે કે, જે આ લેક સંબંધી ફળ છે, અને જે કંઈ પલેક સંબંધી ફળ છે, એ બંનેનું કારણ ધ્યાન જ છે. મતલબ એ છે કે, ધ્યાન કરવાથી કંઇ પણ દુર્લભ નથી. ધ્યાન સાધનાથી ઇચ્છિત કામના પૂર્ણ થાય છે, એ ધ્યાનને દિવ્ય મહિમા છે.
આચાર્ય ધ્યાનથી શરીરના ઉપકારનું ચિંતવન કરવાને નિષેધ કરતા કહે છે કે –
એક પ્રકારના ધ્યાનથી દિવ્ય ચિંતામણી રત્ન પ્રાપ્ત થાય છે, અને બીજા પ્રકારના ધ્યાનથી કાચને ટુકડે મળે છે. તે વિવેકી મનુષ્ય એ બન્નેમાંથી કયું ધ્યાન પસંદ કરશે ? અલબત સૌ કઈ ચિંતામણી જ પ્રસંદ કરશે.