________________
ઇષ્ટપદેશ
બીજા દેશે પણ ઉત્પન્ન થાય છે. અનાદિ કાળથી રાગ-દ્વેષના પરિણામેથી જીવાત્મા આ સંસારસમુદ્રમાં ભવભ્રમણ કરી રહ્યો છે. ૧૧.
શિષ્યને પ્રશ્ન –હે સ્વામિન! માનો કે મોક્ષમાં જીવ સુખી રહે છે, પણ સંસારમાં જીવ સુખી રહે તે શી હાનિ છે? સંસારમાં જીવ સુખી રહેતું હોય તે પછી સંસારમાં એવી શી ખરાબી છે કે સંત પુરુષે તેને નાશ કરવા માટે પ્રયત્ન કરે છે ?
આચાર્યશ્રીને પ્રત્યુત્તર –
સંસારમાં મનુષ્યને એક વિપત્તિ આવે તે જ્યાં ભગવાઈ ન જાય, ત્યાં તે બીજી વિપત્તિ આવે છે, અને તેની પરમ્પરા ચાલ્યા જ કરે છે, એમ સંસારી જીવાત્મા વિપત્તિની ઘટમાળામાં દુઃખી રહ્યા કરે છે. ૧૨.
શિષ્યનો પ્રશ્ન - હે ભગવન્! બધા સંસારી જીવે વિપરિગ્રસ્ત નથી, ઘણુ સંપત્તિવાળા પણ જોવામાં આવે છે.
આચાર્યને ઉત્તર :–જવર (તાવ) જેને આવે છે, તેને ઘી ખાવાથી સ્વસ્થતા પ્રાપ્ત થતી નથી, પરંતુ જ્વરનું જોર તેથી વધે છે. તેવી જ રીતે મનુષ્યને ધન ઉપાર્જન કરવામાં મુશ્કેલી, કષ્ટ પડે છે, ઉપાર્જન કરેલા ધનનું રક્ષણ કરવામાં પણ મુશ્કેલી અને કષ્ટ પડે છે, અને તેમ છતાં પણ ધન નાશવંત જ છે. તે પણ મનુષ્ય તેમાં સુખ માને છે. જેને ઉપાર્જન કરવામાં, રક્ષણ કરવામાં દુઃખ જ છે અને જેને નાશ થાય તે પણ દુઃખ થાય છે, તેને જ મહાસત જીવ સુખ માને છે, તે જ વિચિત્રતા છે. ૧૩.