________________
ઇષ્ટાપદેશ
સ’સારના સુખદુઃખ ભ્રાંતિજન્ય છે, એ સમજાવવા માટે આચાય ઉત્તર આપે છે.
દેડુધારીએનાં સુખદુઃખ વાસનાજન્ય છે. આ પદાર્થ મને ઈષ્ટ છે, ત્યારે અમુક વસ્તુ મને પસંદ નથી માટે અનિષ્ટ છે. એવા પ્રકારના મનુષ્યને વિભ્રમ ઉત્પન્ન થાય છે તે વાસના છે. ઇન્દ્રિયજન્ય સુખ તથા દુઃખ સવ વાસનામય જ છે. દેહ્રાદિક પદાર્થ જીવને ઉપકારી કે અપકારી પણ નથી. તે તે જીવની કલ્પનાથી ઉપજેલ છે. એટલે પરમાથ થી તે તે ઉપેક્ષણીય જ છે. પરંતુ જેને તત્ત્વમેધ નથી હતા તેવા જીવ કાં તે તેને ઉપકારક અને ઈષ્ટ માને છે, અથવા તેા અપકારક અનિષ્ટ માને છે. વિભ્રમથી આવા સ'સ્કારા ઉત્પન્ન થાય છે તેને વાસના કહે છે. તે સ્વભાવિક સત્ય નથી. જેએ દેહને જ આત્મા માને છે, તેમને જ એ ઇન્દ્રિયજન્ય સુખદુઃખેામાં ઈષ્ટાનિષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે. વળી જે સુખ મનની સારી સ્થિતિમાં આન ધ્રુજનક લાગે છે, તે જ સુખ આપત્તિના સમયમાં સંતાપદાયક લાગે છે. તેના માટે ટીકાકાર દાખલે આપે છે કે—
જો પક્ષી સખત તડકામાં તેની પ્રિયા પક્ષિણી સાથે ઉડતું હાય, ફરતું હાય, તે તેને તડકાનું કષ્ટ જરાય માલૂમ પડતું નથી, પણ તે હાંશથી આનંદથી ઊડે છે. પરંતુ જો તે જ પક્ષીને રાત્રે તેની પ્રિય પક્ષિણીના કોઈ કારણસર વિષેગ થઈ જાય છે, તે તેને ચંદ્રમાના શીતળ કિરણા પણ સુખ કે આનંદ આપી શકતા નથી. કારણ કે મન ઉદ્વિગ્ન, દુ:ખી હાવાથી તેને મધુ અકારુ લાગે છે. એ જ રીતે મનુષ્યનું પણ સમજવું'.