________________
નમ્ર નિવેદન
આ પુસ્તક ઈષ્ટપદેશ એ ગ્રન્થ દિગબર આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામીએ સંસ્કૃતમાં રચેલ છે. તે મુમુક્ષુ માટે ઉત્તમ, ઉપકારી અને ઉપયોગી હોવાથી ગુજરાતીમાં તેને અનુવાદ કરવામાં આવેલ છે.
ઈબ્દોપદેશ
ઈષ્ટ એટલે સુખ. પરંતુ તે સુખ કયું ? આ લેકમાં, આ . સંસારમાં મળનાર સુખ ઈષ્ટ છે? નહિ, કારણ કે આ લોકનું સુખ ક્ષણિક અને વિનાશી છે, દુઃખોત્પાદક છે, અને માનવમાત્રને તે દુઃખરહિત સુખ જોઈએ છે. તેવું સુખ તે મોક્ષનું જ શાશ્વત સુખ છે. ઈષ્ટને અર્થ થયો–મુક્તિનું પરમ સુખ, શાશ્વત સુખ, અને ઈબ્દોપદેશન–અર્થ થા–તે શાશ્વત સુખથી પ્રાપ્તિને ઉપદેશ.
અધ્યાત્મ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, અને આ ગ્રંથમાં અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ છે. આ ઈબ્દોપદેશ એટલો બધે સુંદર, સરળ અને મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે કે, તેના ઉપર અનેક ટીકાઓ અને તેના અનુવાદો થયા છે. આ મહત્વપૂર્ણ ઈષ્ટપદેશને ગુજરાતી અનુવાદ ગુજરાતી જનતાના લાભાર્થે તૈયાર કરવામાં આવેલ છે. સુજ્ઞજને તેને લાભ લઈને વિકાસ સાધે એ જ અભ્યર્થના સહ વિરમું છું.
લિ. સંપાદક