________________
૧૩૬
ગિદષ્ટિ સમુચ્ચય આ ગ્રંથ બહુ આદરપૂર્વક શ્રોતાઓને સંભળાવે. જે તેમ કરવામાં ન આવે તે, “પ્રત્યવાય સંભવાત્ ” વિધને આવવાને સંભવ છે, અગર કષ્ટ, દુખે આવવાને સંભવ છે. માટે વિવિપૂર્વક શ્રોતાઓએ આ ગ્રંથ શ્રવણ કરે અને વક્તાએ સંભળાવે એમ આચાર્યશ્રી જણાવે છે. વળી આ ગ્રંથ ઈષ્યને ત્યાગ કરીને ઉચ્ચ પ્રકારે સાંભળે તે આત્મકલ્યાણ થતાં વાર લાગતી નથી. તથા વિદનેની શાતિ માટે થાય છે. જે જે પવિત્ર કાર્યોને આરંભ કરવામાં આવે તે સર્વ કાર્યો વિન વિના પૂર્ણ થાય છે. અહીં માત્સર્ય વિરહેણ” આ પદ આ ગ્રંથની પૂર્ણાહુતિમાં આવેલ છે. અહીં વિરહ શબ્દ છે તે શ્રીમાન હરિભદ્રસૂરીજી મહારાજના ગ્રંથની નિશાની છે. તેઓ શ્રીના સર્વ ગ્રંથને અંતે વિરહ શબ્દ જોડે છે. દષ્ટાંત તરીકે “ભવવિરહવર” આ શબ્દ સંસાર દાવાનળમાં છે. આ ગ્રંથમાં માત્સર્ય વિરહેણ શબ્દ છે, આ શબ્દ લખવાને તેઓશ્રીને આશય (હેતુ) એ જણાય છે કે જગતના સર્વ જી ઇર્ષ્યાઅભિમાનને જે ત્યાગી દે તે સંસારના દુઃખથી મુક્ત થતાં વાર લાગે નહિ, આ ગ્રંથમાં જણાવેલ કેગના બીજકોને જાણી જેઓ તેનું આચરણ કરે છે તે છે આ યુગને પ્રાપ્ત કરી થડા સમયમાં પરમપદના ભોક્તા બને છે. ૧૪૭.
ઇતિ શ્રી પરદષ્ટિઃ સમાતા કૃતાંતેયં મહારે દષ્ટિક સમુચ્ચયઃ | ભાષાંતર વિનિર્માતા જ્યતા દેવ વાચકઃ ૧