________________
૧૨૬
ગદષ્ટિ સમુચ્ચય વિવેચન–જે તમામ જીવો ઉપર દ્વેષભાવ રહિત, તથા સર્વ જી સાથે મૈત્રીભાવના ચિંતવનાર, દેવ, ગુરુ અને બ્રહ્મ ચર્યવ્રત ધારણ કરનારા ઉપર હૃદયથી શુદ્ધ ભક્તિભાવ રાખનારા, કિલષ્ટ કર્મના અભાવથી સ્વાભાવિક સર્વ જીવે ઉપર દયાભાવ રાખનારા, દેવ, ગુરુને વિનય કરનારા, સુંદર અનુબંધને કારણે પુણ્યની વૃદ્ધિ કરનારા, અંતરની શુદ્ધ લાગણીને લીધે તથા ગ્રંથિના ભેદને કારણે જડચૈતન્યના વિકજ્ઞાનવાળા, તથા ચારિત્રની ભાવનાને લીધે ઇન્દ્રિયને દમન કરનારા, ઉપરોક્ત ગુણધારક કુલગીઓ કહેવાય છે. ૧૩૩.
પ્રવૃત્તચક ગીનું સ્વરૂપ પ્રવૃત્ત ચકાસ્તુ પુનર્યમયસમાશ્રયા ! શેષદ્વયાર્થિનોદત્યન્ત શુશ્રષાદિગુણાન્વિતાઃ ૧૩૪ વિવેચન–યમ ચાર પ્રકારના છે. ઈચ્છાયન, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ. આ ચાર યમેમાંથી પ્રથમના બે મે જેને પ્રાપ્ત થયા હોય અને બાકીના બે ય પ્રાપ્ત કરવાની જેમને ઈચ્છા હોય અને જેનામાં શુશ્રષા વગેરે ગુણ હોય તેને પ્રવૃત્તચક થેગી કહે છે. જે પુરુષોએ અહિંસાદિ રૂપ યમનું પાલન કરેલ હોય તેની કથા શ્રવણ કરવામાં આનંદ આવે, અને તેવા યમ આચરવાની ઇચ્છા, ભાવના થાય તેને ઈચ્છાયમ કહે છે. ઉપશમ ભાવપૂર્વક યમનું પાલન કરવું તે બીજે પ્રવૃત્તિયમ કહેવાય છે. ક્ષેપશમ ભાવથી અતિચાર રહિતપણે જે યમનું પાલન કરવામાં આવે તે ત્રીજે સ્થિરયમ કહેવાય. અહીં ઉપશમભાવને બદલે