________________
૧૩૨
યોગદષ્ટિ સમુચ્ચય શુભલાગણી રૂપ પક્ષપાતથી ઉપકાર શું? તે શંકા દૂર કરવા જણાવે છે– તાવિક પક્ષપાતધ્ધ ભાવશૂન્યા ચ યા યિા | અનયોરન્તરે ય ભાનું ખદ્યોતરિવ ૧૪રા
વિવેચન-અહીં વાદી શંકા કરે છે કે પક્ષપાત માત્રથી ઉપકાર કઈ જાતને? ઉત્તર-જેઓનું સ્વરૂપ પ્રચમ કહેલ છે એવા કુલાદિ ગીઓ કે જેનામાં કેગના બીજો દાખલ થઈ ગયા છે અને મેલના માર્ગ તરફ જેઓનું પ્રયાણ શરૂ થઈ ગયું છે તેઓના પ્રત્યે મને વાસ્તવિક પક્ષપાત-ધર્મની લાગણી છે; અને તે લાગણી વશાત્ આ ગ્રંથ બનાવેલ છે. આ ગ્રંથના શ્રવણ, વાચન, મનન અને નિદિધ્યાસનથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તે પ્રવૃત્તિ પ્રમાણે કરવાથી જે જે કિયા કરશે તે સમજણ પૂર્વક વિવેકથી અને આદરમાનથી કરશે. એક મનુષ્ય તત્ત્વના રહસ્યને જાણ્યા વિના ભાવશૂન્ય ઉપગરહિત ક્રિયા કરે છે, અને બીજે મનુષ્ય તત્વના રહસ્યને સમજી માનસિક ભાવસહિત ક્રિયા કરે છે. આ બન્નેની કિયામાં કેટલે અંતર-ફળને ભેદ છે? તે કહે છે કે ભાનુ અને ખદ્યોતના જેટલું મહાન અંતર છે. ભાવશૂન્ય કિયાનું ફળ ચાર ગતિમાં પરિભ્રમણ રૂ૫ છે, ભાવપૂર્વક તત્ત્વજ્ઞાનના રહસ્યપૂર્વક કરેલ કિયાનું ફળ મેક્ષ છે. આ મેક્ષ રૂપી ફળ આ ગ્રંથના શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી કુલાદિ ગીઓ પ્રાપ્ત કરે છે. આ પક્ષપાતથીલાગણીથી જ પરોપકાર થાય છે, કુલાદિ ગીઓ પરંપરાએ પરમપદ મેળવે એ કાંઈ જે તે ઉપકાર ન સમજે, એ લાભ યોગીએ આ ગ્રંથ દ્વારા મેળવે છે. ૧૪૨.