________________
ચાગષ્ટિ સમુચ્ચય
ખદ્યોતકસ્ય યત્તેજસ્તઢલ્પ ચ વિનાશી ચ । વિપરીતબિ* ભાનેારિતિ ભાવ્યમિક અવૈઃ ૧૪ગા
૧૩૩
વિવેચન—તત્ત્વના રહસ્યને જાણી ભાવપૂર્વક થતી ક્રિયા અને તે રહિત ભાવશૂન્ય ક્રિયામાં જે અંતર છે તે દૃષ્ટાંત દ્વારા સમજાવે છે-ખદ્યોત–એક જાતના જીવડો છે કે જે રાત્રિના સમયે આકાશમાં ઉડતા દીવાના જેવા તેનામાં પ્રકાશ તગતગે છે. આને ખજવા કહે છે. એને જે પ્રકાશ છે તે અલ્પ છે અને નાશવાન છે, પરંતુ ભાનુ-સૂર્યના પ્રકાશ ખજવા કરતાં વધારે છે અને અવિનાશી છે. એ જ રીતે ભાવશૂન્ય જે ક્રિયા છે તે ખદ્યોતના પ્રકાશ જેવી છે, અલ્પ સત્વવાળી છે તેમજ નાશવાન છે. એનું ફળ પણ અલ્પ છે જે ચાર ગતિ રૂપ ફળને આપનાર છે, પરંતુ ભાવપૂર્વક થતી ક્રિયા તે મહાન સત્ત્વવાળી, અવિનાશી, પરપરાએ મેાક્ષદાયક છે એમ જાણવું. ૧૪૩.
શ્રવણના અધિકાર
શ્રવણે પ્રાનીયાઃસ્પુન હિગ્યાઃ કદાચન ।
યત્નઃ કલ્યાણ સત્ત્વાનાં મહારત્ને સ્થિતા યતઃ ॥૧૪૪॥
વિવેચન—શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વર મહારાજ કહે છે કે આ ગ્રંથના શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા માટે અધિકારી પુરુષોને કયારે પણ પ્રાના કરવાની જરૂર નથી કારણ કે પુણ્યશાળી જીવાત્માઓને પ્રયત્ન ચિંતામણિ આદિ રત્ન મેળવવા માટે સ્વાભાવિક જ હેાય છે. તેમ રત્ન સમાન સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે આવા ભવ્ય જીવે સદા સતત પ્રયત્નશીલ હોય જ છે. તેથી જ કહેલ છે કે ચેાગ્ય, લાયક જીવા હાય તે