________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૨૭
યેાપશમભાવ પ્રાપ્ત થાય છે એ સ્થિરયમવાળા પુરુષ જે ચેાગની ક્રિયા કરે તે સ્વાભાવિક રીતે અતિચાર રહિત થાય છે. શુદ્ધ અંતરાત્મામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ સાધક યાગથી અચિંત્ય વીયેાંલ્લાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે તે ચેાથે સિદ્ધિયમ કહેવાય. આ સિદ્ધિયમમાં એટલી બધી ઉત્કૃષ્ટયમની પ્રાપ્તિ થાય છે કે તેના પ્રભાવે હૃદયમાંથી વૈરવૃત્તિ આદિ દુર્વાસનાએ દૂર થઈ જાય છે અને નિવૈર બુદ્ધિ પ્રાપ્ત થાય છે. શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઈંડા, અપેાહ અને તત્ત્વજ્ઞાનમાં આગ્રહ એ પ્રમાણે આઠ ગુણો સહિત હાય છે. આ પ્રમાણે પ્રવૃત્તચક્રયાગીનું સ્વરૂપ બતાવ્યું. ૧૨૪.
યોગ અવ‘ચક ત્રયનું સ્વરૂપ આધાવચક યાગાત્યા તદન્યયલાભિન એ તેઽધિકારિા યોગપ્રયોગસ્કૃતિ તદ્ધિઃ કપા વિવેચન—ત્રણ પ્રકારના અવચક કહેલા છે. તેનું સ્વરૂપ બતાવે છે. જેઓના દન માત્રથી પવિત્ર થવાય એવા પુણ્યવંત મહાત્માઓના યોગ–સમાગમ થવો તે ચેગ અવ'ચક, પુણ્યહીન પ્રાણીઓને તે એવા મહાત્માઓને સમાગમ થવો જ દુલ ભ હાય છે. અને કદાચ સમાગમ થાય તે પણ તેમને ગુણવાન તરીકે ઓળખવા તે પણ મુશ્કેલ છે. તેથી પ્રથમ અવહેંચક ભાવ તરીકે સાચા મહાત્માએ અને તેના ગુણોની પરીક્ષાપૂર્ણાંક સમાગમ થયો તેને યાગ અવ'ચક કહે છે. સત્સંગની જીવને કેટલી જરૂરત છે તે આ ઉપરથી સહેજે સમજાય તેમ છે. જ્યાં સુધી આવા મહાત્માએ ને! સમાગમ થતા નથી ત્યાં સુધી વસ્તુ સ્વરૂપનો યથાર્થ ધ થતુ નથી.