________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૨૧ જેમાંથી કાંઈપણ ઓછું થતું ન હોય, વળી ઉત્પન્ન ન થયેલ હોય, સ્થિર એક જ સ્વભાવવાળું હોય તેને નિત્ય કહે છે. સાંખ્ય મતવાળા સંસારી જીવાત્માને નિત્ય, સ્થિર અપરિણમી એક સ્વભાવી માને છે. શાસ્ત્રકાર મહારાજ તેને પૂછે છે કે-આત્માને એકાંત નિત્ય માનવાથી જીવની સાંસારિક અવસ્થાની નિવૃત્તિ કેવી રીતે થશે? અને કર્મજન્ય સુખદુઃખાદિ રૂ૫ ફળનું ભકતૃત્વભોગવવાપણું પણ કેવી રીતે બનશે? સ્વરૂપમાં પરિવર્તન થયા વિના કમનું ભેગવવાપણું બને જ નહિ. અને જે પરિવર્તન થાય તે આત્મા અનિત્ય બની જાય. સ્વભાવમાં પરિવર્તન થવું એનું નામ જ અનિત્યતા છે. તેમજ પૂર્વના સ્વરૂપને છોડ્યા વિના આત્માના મુક્તિપદની કલ્પના કરવી તે પણ અયુક્ત છે. એકાંત સ્વભાવવાળા આત્માની સંસારી અવસ્થા અને મુક્તાવસ્થા, એમ બે અવસ્થા ક્યારેય પણ સંભવે નહિ. અને બે અવસ્થા ગ્રહણ કરવામાં આવે તે એકાંત એકસ્વભાવ આત્માને કલ્પવામાં આવે છે, તેના ઉપર પાણી ફરી વળે છે. ૧૨૭.
તદભાવે ચ સંસારી મુતતિ નિરર્થકમ્ | તસ્વભાવમાઁડસ્ય નિત્યા તાત્વિક ઇષતામ્ In૨૮.
વિવેચન—ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જની, નારકી, તિર્યંચ, દેવ, મનુષ્ય સંબંધી એક અવસ્થા અને સાંસારિક ભવપ્રપંચમય ઉપાધિથી સર્વથા મુક્ત થવું તે બીજી મુક્ત અવસ્થા. આ બે અવસ્થા માન્યા વિના જીવ અષ્ટકર્મ ક્ષય કરી પરમાનંદને પામે, અને આ જીવ ચાર ગતિમાં ભ. આ કથન શબ્દ માત્ર નિરર્થક થશે. કારણ કે આ