________________
૧૨૦
યોગદષ્ટિ સમુચ્ચય વિરોધાભાસ રૂ૫ છે, એક આત્માએ પાપ કર્યું અને તે નાશ પાપે અને બીજી ક્ષણે બીજે આત્મા ઉત્પન્ન થયો. તેને ફાંસી આપવામાં આવે તે લેક વિરુદ્ધ તથા ન્યાય વિરૂદ્ધ ગણાય. પાપ કરે પૂર્વને આત્મા અને તેના ફળ રૂ૫ દુઃખ ભંગ કરે પશ્ચાત્ અન્ય ઉત્પન્ન થનાર આત્મા. તે શી રીતે સંભવે? પુણ્ય કરે પૂર્વને આત્મા અને તેના ફળ રૂપ સુખ ભોગવે અન્ય આતા એ પ્રત્યક્ષ વિરોધ છે. કર્મથી બંધાય પૂર્વને આત્મા અને પછી ક્ષણવારમાં ઉત્પન્ન થનાર અન્ય આત્માને મોક્ષ થાય એમ માનવું ચાર પ્રમાણથી વિરુદ્ધ લાગે છે, ક્ષણિક વાદમાં કારણ, કાર્ય ભાવ ઘટતું નથી. તેમ જ ક્ષણવાદમાં એક જ આત્માને મોક્ષ પણ ઘટતું નથી. માટે એકાંત અનિત્ય આત્માને માનતાં અનેક દોષની ઉત્પત્તિ સંભવે છે. ૧૨૬.
નિત્ય પક્ષ આશ્રી કહે છે ભવભાવાનિવૃતાવણ્ય યુક્તા મુક્ત કલ્પના ! એકાન્તકસ્વભાસ્ય ન હ્યવસ્થાદ્વયં કવચિત ૧૨૭
વિવેચન–જેવી રીતે બૌદ્ધ દર્શનકાર એકાંતથી આત્માને અનિત્ય માને છે, તેવી રીતે સાંખ્ય દર્શનકાર એકાંતથી આત્માને નિત્ય માને છેજેવી રીતે આત્માને એકાંત અનિત્ય માનવાથી આત્મા પરમપદ મુક્તિ મેળવી શકો નથી, તેવી રીતે આત્માને નિત્ય સર્વવ્યાપક માનવાથી આત્મા પરમપદ-મુક્તિને કદી મેળવી શકતું નથી. સાંખ્ય મતમાં આત્માને એકાંતથી નિત્ય, અર્તા, અભક્તા, સર્વવ્યાપક માને છે, તેમ જ “અપ્રશ્યમાનુત્પન્ન સ્થિર કસ્વભાવે નિત્યં” નિત્યતાનું લક્ષણ વર્ણન કરતાં કહે છે કે