________________
ગદષ્ટિ સમુચ્ચય
અતિ પ્રસંગ દોષ જણાવે છે અનન્તરક્ષણાડભૂતિરાત્મભૂતેહ યસ્ય તુ. તયાવિરોધાગ્નિસૌ સ્વાદસન્યા સદૈવ હિ ૧રદા
વિવેચન –પ્રથમ કહ્યા પ્રમાણે આત્મસ્વભાવ, આત્માની સત્તા અથવા આત્મસ્વરૂપ છે. આમ માનવામાં ન આવે તે અતિપ્રસંગદેષ ઉત્પન્ન થશે. જેમ કે, આત્માનું સ્વરૂપ કે આત્માની સત્તા દ્રવ્ય તથા પર્યાય રૂપ છે, નિત્યાનિત્ય રૂપ છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે. એ ઉપગ વારંવાર પરિવર્તન પામતા હોવાથી અનિત્ય રૂપે આત્મા છે, અને મૂળ આત્મ દ્રવ્ય તેમાં ફેરફાર થતો ન હોવાથી આત્મ નિત્ય રૂપે છે. આ પ્રમાણે આત્મદ્રવ્યનું સત્ય સ્વરૂપ હેવા છતાં આત્માને એકાંતથી ક્ષણિક, અનિત્ય કે નિત્ય માનવે તે
ગ્ય ગણાય નહિ. બૌદ્ધધર્મવાળા આત્માને ક્ષણિક અર્થાત્ અનિત્ય માને છે. તેઓ કહે છે કે ક્ષણિક છે. પંચ સ્કંધથી પ્રાણીમાત્રની પ્રવૃત્તિ થાય છે. તેમાં વિજ્ઞાન સ્કંધ વેદના સ્કંધાદિ ક્ષણે ક્ષણે બદલાતા માને છે. જ્ઞાનને આધાર વિજ્ઞાન ક્ષણે ક્ષણે બદલાય છે. જ્ઞાનમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. જ્ઞાન ફરે છે. પરિવર્તન પામે છે માટે આત્મા અનિત્ય છે પણ આત્માને એકાંત અનિત્ય માનતાં બંધ, મેક્ષ, સુખ, દુઃખ ઘટી શકતા નથી. આત્મા ક્ષણે ક્ષણે બદલાતું હોય તે સુખ દુખની સિદ્ધિ થતી નથી. આત્માને કેઈએ મારી નાખ્યું અને પાપ કર્યું, ક્ષણવારમાં તે આત્મા નષ્ટ થયે અર્થાત્ તેને નાશ
. ત્યારે બીજી ક્ષણમાં અન્ય આત્મા ઉત્પન્ન થયે. તે આત્માને અન્યનું પાપ રૂ૫ ફળ દુઃખ મળે એમ માનવું પ્રત્યક્ષ