________________
૧૧૭
યોગદષ્ટિ સમુચ્ચય અનાદિ અનંતકાળથી લાગેલી છે. તે વ્યાધિ દ્રવ્યકર્મ–અનુદય અવસ્થાવાળા, ભાવકર્મ ઉદય અવસ્થાવાળા ભેદથી ભિન્ન ભિન્ન કર્મના ભેગથી ઉત્પન્ન થયેલ છે અને આ બીના જન્મ, જરા, મરણાદિના અનુભવ વડે સર્વ પ્રાણીમાત્ર મનુષ્ય, તિર્યંચ, દેવ, નરકાદિ ગતિઓમાં અનુભવે છે માટે તે અનુભવ સિદ્ધ વાત છે. ૧૨૨.
એતનમુકતશ્ચ મુક્લોપિ મુખ્ય એવો પપદ્યતે | જન્માદિ દોષ વિગમારંદ દોષવસંગતે ૧૨૩
વિવેચન–કેટલાક મતવાળા સંસારમાં રહેલાને જેમ કે જનક વિદેહી વગેરેને શરીર છતાં મુક્ત માને છે, વળી કેટલાક દીપકના બુઝાઈ જવા જેવી મુક્તિ અહીં સંસારમાં માને છે. તેઓને સમજાવતાં ગુરુશ્રી જણાવે છે કે એ મુક્તિ કહેવાય નહિ, પરંતુ જે સંસારરૂપી મહાવ્યાધિ જન્મ, જરા, મરણાદિ દુખેને આપનાર છે તેનાથી મુક્ત થવું, ફરી આ સંસારમાં આવવાપણું ન રહે તે જ વાસ્તવિક મુક્તિ કે મુક્ત થયે જાણ. કારણ કે જયારે જીવાત્મા મુકત થાય છે ત્યારે તેને જન્મ, જરા, મરણ, ચાર ગતિનું પરિભ્રમણ એ વગેરે દોષને નાશ થાય અને જીવાત્મા એ દેષથી મુક્ત બને ત્યારે જ તે મુક્ત કહેવાય. સદેષ અવસ્મા જ્યાં સુધી છે ત્યાં સુધી સંસાર છે. દોષ રહિત અવસ્થા જ્યાં છે તે જ પરમપદ-મેલ રૂપ છે. ૧૨૩.
તસ્વભાવયમર્દપિ તત્તસ્થા ભાવ્ય ગતઃ | તસ્ય હિ તથાભાવાત્તદ દષત્વ સંગતિઃ
ji૨૪