________________
૧૧૮
યોગદષ્ટિ સમુચ્ચય વિવેચન—ચંદ્રમાની જેમ આત્મનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ હોવા છતાં વાદળથી જેમ ચંદ્રમાનું તેજ આચ્છાદિત થાય છે તે જ પ્રમાણે અનાદિકાળના લાગેલા કર્મમળરૂપ વાદળાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ આચ્છાદિત થાય છે. અથવા કર્મની વિચિત્રતાને કારણે તેમાં ફેરફાર થાય છે. કર્મમળ આત્માને અનાદિના લાગેલા હોવા છતાં તે કર્મ જ્યારે દૂર થાય છે, ત્યારે આત્મા તે દોષ રહિત નિર્મળ બને છે, જે દોષ સહિત હોય તે જ દેષ રહિત બને છે. ૧૨૪.
સ્વભાવસ્ય સ્વભાવે નિજા સતવતવતઃ ? ભાવાવધિર યુકતો નાન્યથાતિપ્રસંગતઃ !! ૨૫
વિવેચન—ઉપરોકત કથનથી એ નિશ્ચય થાય છે કે, આત્માને જે મૂળ સ્વભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે રૂપ બનવું તેનું નામ મુક્ત થયે તેમ જાણવું અર્થાત્ મેક્ષ થયે એમ જાણવું. આત્માનું જે મૂળ સ્વરૂપ તેનું નામ જ સ્વભાવ છે. પરમાર્થથી પિતાની સત્તા (વિદ્યમાનતા, હયાતિ) તે જ સ્વભાવ છે. કેઈ પ્રશ્ન કરે કે સ્વભાવ શું વસ્તુ છે ? ઉત્તર-આત્માનું શુદ્ધ સ્વરૂપ આ પ્રમાણે આ સ્વભાવ-ભાવાવધિ આત્માની શુદ્ધ સ્વરૂપ સુધી વિકલ્પો કરી શકાય છે, તેનીથી આગળ વિકો કરી શકાતા નથી.૧ ૧૨૫. નોંધ-૧, આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે આત્માને સ્વભાવ જ કહેવો
પડશે પણ બીજી રીતે કહેવાથી વ્યાજબી નહિ ગણાય. શા માટે ? ઉત્તર-અતિ પ્રસંગે દેવ ઉત્પન્ન થાય. કોઈ પણ વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ પછી રહેવા પામશે નહિ જેની ઈચ્છામાં આવે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ ક૯પી શકશે. આનું નામ અતિપ્રસંગોષ જાણો.