________________
૧૨૨
યોગદષ્ટિ સમુચ્ચય શબ્દોને કંઈ અર્થ છે જ નહિ. “તત્તથાસ્વભાવો પર્દ” મુક્ત સ્વભાવ વડે સાંસારિક સ્વભાવનું ઉપમન થાય છે. અર્થાત્ સાંસારિક સ્વભાવ દૂર થવાથી જ મુક્ત સ્વભાવ પ્રાપ્ત થાય છે, એમ માનવું જ પડશે. આ પ્રમાણે ન્યાયથી આત્માની સાંસારિક અવસ્થાના ત્યાગથી અને પરમાર્થિક મુક્ત સ્વભાવ અંગીકાર કરવાથી, અવસ્થા ભેદ ન માનવામાં આવે તે પછી કાયમ માટે સંસારી જીવને મુક્ત છે તેમ માનવું. અને તેમ માનવામાં આવે તે વ્રત, તપ, જપ, યાત્રા, સત્સંગ, ધ્યાન એ સર્વ ધાર્મિક અનુષ્ઠાને મુક્ત થવા માટે કરવામાં આવે છે તેનું કાંઈ પ્રયજન સંભવતું નથી. કારણ કે તમારી માન્યતાનુસાર નિત્ય મુક્ત આત્મા હોવાથી તે બધા કરવા વ્યર્થ જ કરે છે. કારણ કે સંસારી અવસ્થા નિવારવા અર્થે જ તે કરવાના હોય છે, અને આમ હોય તે બે અવસ્થા અવશ્ય સ્વીકારવી પડશે. | વેદાંતીઓ આત્માને એકાંત અબંધ, નિત્ય મુક્ત માને છે. અને તેઓ પ્રકૃતિના વીસ ભેદ માને છે. પુરુષ પ્રકૃતિથી ભિન્ન છે. આત્મા રૂપ પુરુષ નિલેપ છે. પ્રકૃતિ કર્તા છે, પુરુષ તે કમલપત્રની જેમ નિર્લેપ રહે છે. આત્મા લપાતો નથી. આત્મામાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડે છે તેથી આત્મા હું કર્તા છું, ભક્તા છું એમ માને છે. પણ આત્મા તે નિર્લેપ છે. આ આત્માને એકાંત અબંધ માનવા છતાં ધાર્મિક ક્રિયાઓ કરતા જોવામાં આવે છે. આત્મા અબંધ છે તે ધર્મક્રિયાઓ કરવાની શી જરૂર છે? અને વળી વિચારો કે આત્મા અબંધ છે ત્યારે ક્રિયાઓનું ફળ કેણ ભગવશે ત્યારે તેઓ કહેશે કે પ્રકૃતિ ભેગવશે. એમ કહેતા શશશંગવત્ ક્રિયાઓનું ફળ નિષ્ફળ થશે. કારણ કે પ્રકૃતિ