________________
૧૧૬
ગદષ્ટિ સમુચ્ચય વ્યાધિથી મુક્ત થાય તે શાંતિનો અનુભવ કરે છે તેવી રીતે મુક્તાત્માઓ ભવ વ્યાધિને નાશ થવાથી પરમશાંતિને પ્રાપ્ત કરે છે. પરંતુ બુઝાઈ ગયેલ દીપકના અભાવરૂપ બનતું નથી, તેમ વ્યાધિથી મુક્ત થયા નથી તેમ પણ નથી. વ્યાધિથી મુક્ત થયેલ જ છે. અને જડ રૂપ પણ બનતું નથી, તે ત્યાં આત્મિક સુખને અનુભવ કરે છે. અભાવ રૂપ મુક્તિ માટે કઈ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે જ નહિ. ૧૨૦.
ભવ એવમહાવ્યાધિજન્મમૃત્યુ વિકારવાન | વિચિત્ર મોહ જનનસ્તીવ્ર રાગાદિ વેદન | |૧૨ના
વિવેચન—ઉપરના શ્લોકમાં વ્યાધિમુક્ત પુરુષ પરમ શાંતિને પામે છે. એમ જે જણાવ્યું તે પ્રશ્ન થઈ શકે છે કે તે વ્યાધિ કઈ જાતની છે? એના ઉત્તરમાં જણાવે છે કે સંસાર તે જ મહાવ્યાધિ છે કે જેના કારણે જીવાત્મા ચાર ગતિના ભયંકર દુખોને સહન કરે છે. જેમ વ્યાધિથી શરીરમાં અનેક વિકારો ઉત્પન્ન થાય છે તે રીતે આ સંસારરૂપી મહાવ્યાધિથી આ જીવને જન્મ, જરા, રોગ, શોક, મૃત્યુ વગેરે વિકારે ઉત્પન્ન થાય છે, અને જીવ દુઃખ, વેદનાને ભેગવે છે. મિથ્યાત્વના ઉદયથી વિવિધ પ્રકારના મેહથી ઉત્પન્ન થતે તત્રરાગને અનુભવ એ પણ વેદના જ જાણવી. ૧૨૧. મુખ્યદયમાત્મનોઇનાદિ ચિત્રકમ નિદાન જઃ | તથાનુભવ સિદ્ધત્વાત સર્વ પ્રાણભતામિતિ રિરા
વિવેચન—આ સંસારને વ્યાધિની જે ઉપમા આપી છે તે કલ્પિત નથી, પણ સત્ય જ છે. વળી આ વ્યાધિ જીવને