________________
યોગદષ્ટિ સમુચ્ચય (૬) અન્યમુદ્દ-જે અવસરે જે ક્રિયા કરવાની હોય તેને છેડીને બીજી ઉપર રાગ થ અને ચાલુ ક્રિયા પર અનાદર કે અબહુમાન તે.
(૭) રૂજ-સારા અનુષ્ઠાનને સર્વથા ઉછેદ કરે, તેમાં કંઈ મહત્વ નથી, એ પિતે નિર્ણય કરે અને બીજાને તે ઉપદેશ આપવો તે.
(૮) આસંગ-સંસારિક ક્રિયામાં જ તત્પર રહે, ભવિષ્યના પરિણામ પર લક્ષ આપે નહિ. પુદ્ગલિક વસ્તુમાં આસક્ત. સંસારી સુખની અપેક્ષા રાખ્યા વગર શાસ્ત્રાનુસારે ધાર્મિક અનુછાને કરવાં તે અસંગ ક્રિયા-અમૃત ક્રિયા તેઓમાં હોતી નથી. મેહને નાશ થયા વિના પ્રગતિ થઈ શકતી નથી. એટલા માટે વિવેકવતાએ આઠ દોષવાળા અંતઃકરણને પ્રયત્નથી ત્યાગ કરે, આઠ દેશના પરિહારથી અનુક્રમે આઠ દષ્ટિઓ પ્રાપ્ત થાય છે. એક એક દોષ એક એક દષ્ટિમાં દૂર થાય છે, અને અષાદિ આઠ ગુણેમાંથી એક એક ગુણ દરેક દષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
આઠ ગુણેના નામ (૧) અદ્વેષ-અત્યાર સુધી આ જીવ–વિભાવ દશામાં રાતે હતું અને જીવાદિ ત તરફ તથા મુક્તિ પર દ્વેષભાવ રાખતું હતું. પરંતુ જ્યારે મિત્રાદષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે દ્વેષ ઘણે મંદ પડી જાય છે, કરુણાને અંશ વધે છે અને શુભમાં પ્રવૃત્તિ થાય છે.
(૨) જિજ્ઞાસા-આ ગુણ બીજી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એથી એને તત્વજ્ઞાન કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે,