________________
ચોગદૃષ્ટિ સમુચ્ચય
૧૦૪
કર્મના ક્ષય થઈ જાય છે. અને અપૂ જ્ઞાન પ્રગટ થાય છે. અને અપૂર્વજ્ઞાનના સામર્થ્યથી નિર'તર શાંતિપ્રધાન શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે આત્મામાં આત્મિક પરમશાંતિ ઉત્પન્ન થાય છે અને તેમાં જ મગ્ન, લીન મની જવાય છે ત્યારે સાંસારિક માયાવી ભ્રાન્તિજન્ય સુખનું અસારપણું તથા દુઃખ રૂપતા પ્રત્યક્ષ ભાસે છે. ૧૦પ.
સત્ય સુખનુ લક્ષણ
સવ પરવશ‘ દુઃખ* સર્વ માત્મવશ સુખમ્ । અતદુત" સમાસેન લક્ષણ. સુખદુઃખયોઃ ।।૧૦।
વિવેચન—જગતના સર્વાં જીવા સુખ પ્રાપ્ત કરવા માટે ચારે તરફ ભ્રમણ કરે છે, પણ તેઓને ખરેખર સ્થાયી સુખ મળતું નથી. પરંતુ વાસ્તવિક સત્ય સુખ કયાં છે તે શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે, જે જે પુગલિક વસ્તુએ પરાધીન છે તેની સ્પૃહા (ઈચ્છા) રવી તે જ મહાદુઃખ રૂપ છે. તેને મેળવવા અનેક પ્રકારના સાચા-ખાટા પ્રપંચો કરવા પડે, દેશ છેડી પરદેશ જવું પડે આ બધું દુઃખરૂપ જ છે ને? પરંતુ પરપુગલિક વસ્તુમાંથી સ્પૃહાના (ઇચ્છાના) ત્યાગ કરી નિઃસ્પૃહી ખનવું એ જ સત્ય સુખ પ્રાપ્તિના ઉપાય છે. સવ જ્ઞાનીપુરુષા એકી અવાજે ટૂંકમાં સુખદુઃખની વ્યાખ્યા નીચે પ્રમાણે કરેલ છે-જે જે અંશે બાહ્ય ઉપાધિ આછી તે તે અશે. આત્મિક સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને જયારે બાહ્ય સ` ઉપાધિથી મુક્ત થાય ત્યારે સર્વથા આત્મિક સુખ પ્રાપ્ત થાય છે અને તે જ સાચું સુખ છે. ખાકી બાહ્ય ઉપાધિ વધતાં દુ:ખ વધે