________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૦૭ છે. શાસ્ત્રમાં વિષ, ગરલ, અનન્ય હેતુ, તદ્દહેતુ અને અમૃતાનુષ્ઠાન એ પાંચ પ્રકારના અનુષ્ઠાને બતાવેલ છે. વળી હરિભદ્ર સૂરિએ ડિશ ગ્રંથમાં બીજી રીતે ચાર પ્રકારના અનુષ્ઠાને બતાવેલ છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન. સ્ત્રીનું ભરણપિષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિ અનુષ્ઠાન માત પિતાનું ભરણપોષણ ભક્તિપૂર્વક થાય તેવી રીતે ભક્તિપૂર્વક અનુષ્ઠાને કરવાં તે ભક્તિ અનુષ્ઠાન શાસ્ત્ર તથા જ્ઞાની પુરુષોની આજ્ઞાનુસાર અનુષ્ઠાને કરવાં તે વચન અનુષ્ઠાન. સ્વાભાવિક રીતે જ્ઞાની જનેની આજ્ઞાનુસાર, વચનુનાસાર વર્તન થઈ જાય તે અસંગાનુષ્ઠાન છે. આ ચોથા પ્રકારના અસંગ અનુષ્ઠાન પર પ્રભાષ્ટિવાળાની સ્થિતિ થાય છે, અર્થાત્ પ્રભા દષ્ટિમાં અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. જેમ દંડના પૂર્વ પ્રગથી ચક્રનું ભ્રમણ થયા કરે છે, તેમ અસંગાનુષ્ઠાનમાં સ્વાભાવિક રીતે જ્ઞાની જનોના વચનાનુસાર અનુષ્ઠાન થાય છે. એ અનુષ્ઠાનથી સિદ્ધિપદ સત્વરે મળે છે. ૧૦૯૦
અસંગાનુષ્ઠાનનાં નામો પ્રશાંતવાહિતા વિભાગપરીયઃ શીવવત્મ ધ્રુવાતિ યોગિભિગતે હ્યદ ૧૧ના
વિવેચન-વસ્તુ એક હોવા છતાં જુદા જુદા દર્શનેને લીધે શબ્દોમાં ભેદ પડે છે. મૂળ વસ્તુતત્ત્વમાં કદી ભેદ પડતો નથી, પણ ક્રિયાકાંડે-શબ્દોમાં ભેદ પડે છે. મેક્ષ મેળવી આપનાર કારણોમાં અસંગાનુષ્ઠાન અસાધારણ છે. એના વડે કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આ અસંગાનુષ્ઠાનને અન્યમતવાળાઓ જુદા જુદા નામથી કહે છે. તે કહે છે, સાંખે અસંગાકાનને