________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૦૯ આઠમી પર દષ્ટિનું વર્ણન સમાધિનિષ્ટા તુ પર તરાસંગવિવજિતા / સાત્મીકૃતપ્રવૃત્તિથ્ય તદુત્તીર્ણાશયેતિ ચ ૧૧૨
વિવેચન—આઠમી પર દષ્ટિ સમાધિનિષ્ઠા છે. એ યોગનું આઠમું અંગ છે. ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિનું નામ સમાધિ છે. રાતદિવસ આત્મસ્વરૂપમાં રમણતા કરે છે. સંસાર પર મમત્વભાવરૂપ આ સંગ નામનો આઠમો દોષ નષ્ટ થાય છે, અને આઠમે ગુણ આત્મપ્રવૃત્તિરૂપ પ્રગટ થાય છે. પર દષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા સમાન સૂમબોધ થાય છે. સૂક્ષ્મબોધને લીધે આત્મભાવમાં સંપૂર્ણપણે પ્રવર્તન થાય છે. સંકલ્પ-વિકલ્પને પણ અભાવ થાય અને આત્મસ્વરૂપમાં તદાકાર થવું તે સમાધિ છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે અભિધાન ચિંતામણિ કોષમાં કહ્યું છે કે –
સમાધિસ્તુતદેવાર્થ માત્રાભાસકરૂપકમ્ | એવં ગોયમાઘગેરષ્ટભિ સંમતેશ્વધા |
અથ––ધ્યેય તરીકે જે પદાર્થ સન્મુખ રાખેલ છે, તે જ પદાર્થ માત્રને અભાસ થવ-અર્થાત્ તે પદાર્થ સ્વરૂપ ધ્યાન બની જાય તેનું નામ સમાધિ. બાહ્ય આલંબન ત્યાગી પરમાત્મસ્વરૂપનું અથવા તેના ગુણેનું આલંબન લઈને તરૂપ બની જવું તેનું નામ સમાધિ છે. ખરી સમાધિ તે ચૌદમે ગુણસ્થાનકે શેલેષીકરણ અવસ્થામાં મન, વચન અને કાયાના ગેને નિષેધ કરી ઘાતી અને અઘાતી કર્મોને ક્ષય કરી જ્યારે પરમાત્મ સ્વરૂપ બને છે તે જ સાચી સમાધિ છે. તેમાં