________________
યોગદષ્ટિ સમુચ્ચય પ્રબળ ભાવનાના યોગે તેના અનેક કર્મોને ક્ષય થાય છે. આ કર્મક્ષય થવામાં ઉત્કૃષ્ટ બાધ શ્રવણની ભાવના જ કારણભૂત છે.
અહીંયાં કઈ શંકા કરે છે કે, તત્વ શ્રવણ કર્યા વિના માત્ર ભાવનાથી કર્મ ક્ષય કેવી રીતે થાય ? –એને ઉત્તર એ છે કે, ભાવના એ જ માનસકમ છે અને પ્રબળ ભાવનામાં મહાન બળ રહેલ છે. ભરત મહારાજાને ભાવના બળે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. મરુદેવી માતાજીને પણ ભાવ વડે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એથી ભાવનામાં મહાન બળ રહેલ છે અને તે વડે કર્મક્ષય થઈ શકે છે. અને ભાવના વડે કર્મક્ષય થતાં શ્રવણને લાભ પણ મળે છે. સાધારણ રીતે તે ઘણું વ્યાખ્યાને સાંભળવામાં આવે છે, અને ઉપદેશ કર્ણ પર પડે છે, પરંતુ જ્યાં સુધી તે શ્રવણથી મનમાં અને તનમાં ઉલ્લાસભાવ ન પ્રગટે અને આનંદને અતિરિક્ત ન આવે ત્યાં સુધી બહેરા આગળ ગાયન સમાન છે. તેથી જ અહીં આ તત્ત્વ શ્રવણની પ્રબળ ભાવનાને મહાલાભનું કારણ બતાવેલ છે, અર્થાત્ તે વડે જીવાત્મા વિકાસપંથમાં આગળ વધે છે. ૫૪.
બલાદ્રષ્ટિમાં વિને દૂર થાય છે શુભગ સમારંભે ન લેપસ્યાં કદાચના ઉપાય કૌશલ ચાપિ ચારુ તત વિષય ભવેત પપા વિવેચન–બલાદષ્ટિમાં એક મહત્વની વાત એ છે કે બલાદષ્ટિવાળે જીવ ધર્મ સંબંધી કે યોગ સંબંધી ગમે તે શુભ કાર્ય કરે ત્યારે તે કાર્યો કરતી વખતે કઈ વિદને આવતાં નથી. તે તેણે આદરેલાં કાર્યો નિર્વિદને પરિપૂર્ણ થાય છે. ઘણા મનુષ્યો