________________
યોગદષ્ટિ સમુચ્ચય હોય છે. જો કે ચંદ્ર કે સૂર્યના પ્રકાશ જેટલે તેજસ્વી તે નથી તે પણ પહેલાની પાંચ દૃષ્ટિની અપેક્ષાએ ઘણો સારે સ્થિર પ્રકાશ છે. આ બધ સ્થિર હોવાથી ગમે તેવા વિકટ પ્રસંગે આવે તે પણ પોતાના વ્રત નિયમોમાં જરા પણ અતિચાર દોષ લાગવા દેતું નથી. વળી તે બોધ પ્રીતિની વૃદ્ધિ કરનાર છે અને શ્રેષને નાશ કરનાર છે. કાન્તા દષ્ટિમાં અષ્ટાંગ યોગમાંથી છઠ્ઠ યોગાંગ ધારણ પર પ્રધાન પ્રાપ્ત થાય છે. મનની એકાગ્રતા દેશ થકી કોઈ વસ્તુમાં થવી તે ધારણું છે “ધારણ તુ કચિત્ ધ્યેય ચિત્તસ્ય સ્થિર બંધન” કોઈ પણ ધ્યેય વસ્તુમાં ચિત્તને સ્થિર બાંધવું. અર્થાત્ ચિત્તને ધ્યેય વસ્તુમાં અમુક અંશે સ્થિર કરવું તે ધારણા છે. ધારણાના અભ્યાસથી ચિત્તની ચંચળતા ઘણે અંશે ઓછી થઈ જાય છે. એના લીધે અન્યમુદ્ નામ છો દોષ છે તે પણ દૂર થઈ જાય છે. ચાલુ ધ્યાનના વિષયને છોડી બીજી બાબતમાં રાગ કે પ્રવૃત્તિ થતી નથી. આત્માસ્વરૂપની ધારણ કરવાથી બીજી બાબતોમાં હવે વિશેષ રસ કે રાગ થતું નથી. પ્રથમ બતાવેલા આઠ ગુણોમાંથી આ કાન્તા દ્રષ્ટિમાં છ ગુણ મીમાંસા-વિચારણા નામને ગુણ પ્રાપ્ત થાય છે. એ વિચારણા આત્મસ્વરૂપની નિરંતર બની રહે છે. તેમ જ સવિચાર શ્રેણી બહુ સારી પ્રાપ્ત થાય છે, તેથી નકામા અને વ્યર્થને વિચારે ઉપર અંકુશ આવી જાય છે. તત્ત્વશ્રવણને અંગે થયેલ સૂક્ષ્મ બંધ સાથે જ્યારે શુભ વિચારશ્રેણી ચાલવા લાગે છે ત્યારે જીવાત્મા પ્રગતિમાં ઘણે આગળ વધે છે. અને આ વિચારણા સભ્ય જ્ઞાનનું ફલ હોવાથી પરિણામે પરમપદને આપનાર બને છે. ૯૭.