________________
યોગદષ્ટિ સમુચ્ચય
૧૦૧ છે. આ પહેલાની દષ્ટિએમાં ધ્યાન ગુણ સામાન્ય વિચારણા રૂપ હતું, તે અહી યથાર્થ ધ્યાન રૂપ બને છે. આ પ્રભા દષ્ટિ અપ્રમતસંયતી કે પ્રમતસંયતીઓને હોય છે. મિત્રા, તારા, અલા અને દીપ્રા એ ચાર દૃષ્ટિ સુધી તે સૂક્ષ્મ બોધ વેદ્યસંવેદ્યપદ-જડ ચૈતન્યનું જ્ઞાન ન હોવાથી શાસ્ત્રકાર મહારાજ તેને પ્રથમ ગુણસ્થાનક જણાવે છે. તેનામાં હાલ મિથ્યાત્વ રહેલ છે. જ્યારે પાંચમી સ્થિર દૃષ્ટિમાં જીવાત્મા પ્રવેશ કરે છે ત્યારે તેનામાં સમ્યકત્વ પ્રાપ્ત થવાથી ચર્તુથ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ત્યારે તે જીવાત્માના હૃદયમાં બોધરૂપી પ્રકાશ પ્રગટ થાય છે. ત્યારે તે જડ ચૈતન્યને વિવેક અર્થાત્ ભેદવિજ્ઞાન સારી રીતે કરી શકે છે, ભેગેને કર્મબંધનના કારણભૂત છે, એમ સારી રીતે જાણે છે. છતાં તેના તરફથી નિવૃત્ત થઈ શકતો નથી. કાન્તા દૃષ્ટિમાં તેથી આગળ વધે છે, એટલે તેનામાં દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક, અથવા સર્વ વિરતિનામનું છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. પાંચમે ગુણસ્થાનકે શ્રાવક નિર્લેપ ભાવે સંસારમાં રહે છે, અને ત્યાંથી વિકાસ સાધતા છ9 ગુણસ્થાનકે આવે છે, જ્યાં સર્વવિરતિ પણું પ્રાપ્ત થાય છે. સાતમી પ્રભાષ્ટિ તે સર્વવિરતિ સાધુઓને જ હોય છે અને અપ્રમત્તસંયતીને હોય છે.
આ સાતમી પ્રભાષ્ટિમાં બધ સૂર્યની પ્રભા સમાન લાંબા વખત સુધી સ્થિર અને એકસરખો પ્રકાશ હોય તે બેધ આ દષ્ટિમાં હોય છે. એ મહા લાભદાયક થાય છે. એ બેધ ધ્યાનનું નિમિત્ત બને છે. કારણ ધ્યાનમાં મનની એકાગ્રતા થવી