________________
ચાગષ્ટિ સમુચ્ચય
૯૯
વિવેચન—આ કાન્તા દૃષ્ટિવાળા જીવાત્મા ઈન્દ્રજાલને કદી સાચી માનતા નથી. તેના હૃદયમાં વાસ્તવિક તત્ત્વજ્ઞાનરૂપી વીજળી લાઈટ પ્રગટેલી હાવાથી સાંસારિક ભાગેાને તે ઝાંઝવાના પાણી સમાન માને છે. પણ ભવાભિન'દી જીવ વિષયભાગેાના સુખને જ પરમતત્ત્વ રૂપ માની તેમાં આસક્ત થાય છે, તેવા જીવાત્મા આ સંસાર સમુદ્રને કયારેય પણ પાર કરી શકતા નથી.
જેમ કોઈ બુદ્ધિના ભ્રમથી ઝાંઝવાના પાણીને સત્ય માની તેમાંથી બહાર નીકળતા નથી, અને તેમાં જ અંતે ઠેકાણે પડે છે. એ જ રીતે ભાગાને સાર માનનારે તેમાં જ આસક્ત થવાથી કદાપિ આત્મ કલ્યાણ કરી શક્તા નથી. ૧૦૧. સ તન્નેવ ભયોડ્રિગ્ઝ યથા તિષ્ઠત્યસશયમ્ ।
મેાક્ષ માગેઽપિ હિ તથા ભાગજમ્માલ માહિતઃ ।।૧૦।।
વિવેચન સત્ સમાગમથી જીવ આગળ વધતા અગિયારમા ગુગસ્થાનક સુધી ઊંચે ચઢે છે. પણ અહીં માહનીય કર્મીની પ્રકૃતિના ઉપશમ કરેલ છે, ક્ષય કર્યાં નથી. એથી ઉપશમ શ્રેણી અને ગુણસ્થાનકના સમય પૂર્ણ થતાં મેહના પાછો ઉદય થાય છે અને તેનું પતન થાય છે, એ પ્રમાણે મેક્ષ માગ તરફ પ્રયાણ કરવા છતાં ભાગજ ખાલ – વિષયભોગ રૂપી કાદવમાં ખેંચી જવાથી પાછા હતા ત્યાં આવે છે. જેમ કાઈ મનુષ્ય ઝાંઝવાના જળમાં ભયથી ઉદ્વેગ પામતા તેમાં જ બેસી રહે છે, જેમ કે આ જળ છે એમ જાણી ત્યાં જ અટવાય જાય છે. તેવી રીતે શરીર ભાગાદિમાં આસક્ત થવાથી પરિણામે તેમાં ખૂ'ચી જાય છે આત્મહિતાર્થે મેાક્ષ તરફ કરાતી પ્રવૃત્તિ છૂટી જાય છે. અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ૧૦૨,