________________
૯૪
યોગદષ્ટિ સમુચ્ચય થવાથી પુદ્ગલિક ભેગોની આસક્તિ પણ ઘણી ખરી ઓછી થઈ જાય છે. તે જાણે છે કે આ બધા કામગોની આસક્તિ કરવાથી આત્મિક સુખ ક્યારે પણ મળી શકે તેમ નથી. વળી સંસારીક કામગ ભેગવવાથી ઈચ્છાની તૃપ્તિ કદાપિ થતી નથી. ભેગે ભેગવ્યા પછી જે તૃપ્તિ અનુભવાય છે તે તે માત્ર કઈ એક મનુષ્ય પોતાના ખભા પર લીધેલે ભાર હલકો કરવા જેમ બીજા ખભા ઉપર મૂકે અને એથી ક્ષણિક શાન્તિ અનુભવે, પણ ફરી તે જ ખભા ઉપર ભાર મૂકવામાં આવે છે. તેવી રીતે વિવેકજ્ઞાનના અભાવે સ સારિક માયાવી પદાર્થોમાં સુખ માનવાથી ભેગની ઈચ્છા પ્રગટે છે. કારણ કે “તસંસ્કાર વિધાનતઃ” તથા પ્રકારના કર્મ બંધનને અનિષ્ટ એવા ભોગના સંસ્કાર અનાદિકાળનું પડવાથી તેની ઈચ્છા નિવૃત્ત પામતી જ નથી. ભેગની ઈચ્છા નિવૃત્ત કરવા માટે ભોગ ભેગવવા તે સાધન નથી, પણ તેની નિવૃત્તિનું ખરું સાધન “સત્ ગુરુને સમાગમ” તથા “શાસ્ત્રબોધ” એ જ છે. આ પ્રમાણે પાંચમી સ્થિર દષ્ટિ પૂર્ણ થાય છે. આ દૃષ્ટિમાં ચપળતા દેષ દૂર થાય છે, અને સ્થિરતા ગુણ પ્રગટે છે. રોગ રહિત શરીર બને છે, હૃદય કરુણાશીલ બને છે, શરીરમાં સારી સુગંધ આવે છે, શરીરના મળે–લઘુનિત, વડીનિત વગેરે અલ્પ થાય છે, ભવ્ય પ્રસન્નમૂતિ સર્વને આકર્ષક કરનાર હોય છે, તેને સ્વર સુંદર બને છે, જેની યુગમાં પ્રવૃત્તિ શરૂ થયેલ હોય તેનામાં ઉપરોક્ત ગુણો હોય. એ લક્ષણથી તેની પિછાણ થાય છે. તે મિત્રાદિ ભાવથી સહિત હોય છે. તે પાંચે ઈન્દ્રિયના વિષયેથી વિરક્ત હોય છે. ધૈર્યવંત હોય છે. સુખદુઃખાદિ ઢંઢોથી તે