________________
ગદષ્ટિ સમુચ્ચય પ્રદ થતી નથી, કારણ કે લક્ષ્મીના ચંચળ સ્વભાવને તેઓ જાણી ચૂક્યા હોય છે. તેમ જ વિવેકીજને એ પણ સારી જાણે છે કે જેટલો ઉપગ પરિભેગ રૂપી પરિગ્રહ છે તે બધે પાપના કારણભૂત છે. એવું જાણી તેઓ તેના રાગને, મમત્વને ત્યાગે છે. અને આત્મવસ્તુમાં પ્રેમ જોડે છે. ૯૪.
ધર્મજન્ય ભોગે તે સુંદર હશે ને? ધર્માદપિ ભવન ભાગઃ પ્રાગનય દેહિનામ | ચંદનાદપિ સંભૂતે દહભેવ હુતાશનઃ ૯પા
વિવેચન–પ્રથમ પાપજન્ય ભેગો બુદ્ધિમાનેને આનંદદાયક લાગતા નથી એમ જણાવ્યું હતું. કેઈ પ્રશ્ન કરે છે કે ત્યારે ધાર્મિક ક્રિયાઓ કરવાથી જે ભેગ-પરિભેગના સાધન મળે તે તે સારા હશે ને? તેનું સમાધાન ધાર્મિક અનુષ્ઠાને જે વિવેક રહિત કરવામાં આવે છે તે વડે જે પુણ્ય બંધ થાય તેના ફળ રૂપે સ્વર્ગ મળે કે મનુષ્ય ગતિમાં રાજ્યાદિ રિદ્ધિ કે ચક્રવર્તીની પદવી, વાસુદેવની પદવી વગેરે મળે છે તેમાં જે જીવ આસક્ત થાય તે ઘણે ભાગે તે ભેગે અનર્થના કરનાર બને છે. મૂળમાં પ્રાય શબ્દ છે તેથી ધર્મજન્ય ભેગે દરેકને અનર્થ કરનાર છે તેમ ન સમજવું. કારણ કે જે વિવેકીજને છે તે વડે જે ધર્મ અનુષ્ઠાને થાય છે તે સમજપૂર્વકના હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય હેવાથી ઉત્તરોત્તર વિકાસ સાધક બને છે. અને પરિણામે અત્યંત નિર્દોષ તીર્થકરાદિની રિદ્ધિસિદ્ધિ રૂ૫ ભેગ ફળદાતા બને છે. જે ધર્મનાં અનુષ્ઠાન કરવાના છે તે ચિત્ત શુદ્ધિ અર્થે અને વિવેકની પ્રાપ્તિ માટે જ કરવાના છે એમ શાસ્ત્રકારે કહે છે.