________________
ચિગદષ્ટિ સમુચ્ચય
૭૮ અને બીજી તરફ એ અસાર અનિત્ય વસ્તુ મેળવવા પ્રયત્ન કરે, આ ઉપદેશ પિથીમાંના રિંગણા જે કોને અસર કરે ? અર્થાત્ ન જ થાય. ભવાભિનંદીની અસત પ્રવૃત્તિવાળ બેધ તે વાસ્તવિક બંધ જ નથી. વિવક્ષિત પરિણામના સંબંધને લઈ નિયમે કરી અન્નમાં ઝેર ભળવાથી વાસ્તવિક રીતે તે અનન જ ન કહેવાય. તે પ્રમાણે આ બધ પણ સુંદર ન જ કહેવાય. ૭૭.
એનું ફી એતદ્વન્ત એહ વિપર્યાસપરા નરાઃ | હિતાહિતવિવેકાંધા ખિઘતે સાંપ્રતેક્ષિણ: I૭૮. વિવેચન–પાણી પીવાની ઈચ્છાએ મૃગ મૃગજળઝાંઝવા તરફ દોડે છે, પણ અંતે તેઓ નિરાશ બને છે, કારણ કે જ્યાં પણ નહોતું ત્યાં બ્રાન્તિથી પાણી મનાયું હતું. એ જ રીતે અવેદ્યસંવેદ્યપદવાળા મિથ્યાજ્ઞાનથી તથા બુદ્ધિના વિપર્યાસપણાને લીધે અહિતકારી પુદ્ગલિક પ્રવૃત્તિઓને હિતકારી માને છે, અને આત્મહિતકારી પ્રવૃત્તિને અહિતકાર માને છે. કારણ કે તેઓ વિવેકરૂપ ચક્ષુ રહિત છે, તેથી તેઓ જ્ઞાનચક્ષુના અભાવે અંધ કહેવાય છે. વળી વર્તમાન સુખને જ માનનારા “આ ભવ મીઠો, પરભવ કેણે દીઠ” આવું માનનારાં હોવાથી તેઓ પાંચ ઇન્દ્રિયના વિષયસુખ રૂપી પાણી તરફ પ્રવૃત્તિ કરે છે, પરંતુ પરિણામે સુખ રૂપી પાણી ન મળવાથી પક્ષઘાત, ભગંદરાદિ અનેક રોગો તેને થાય છે અને સુખ માટે હાય હાય કરતા મૃગની જેમ નિરાશ થઈ પશ્ચાતાપ કરે છે. ૭૮,