________________
યોગદષ્ટિ સમુચ્ચય બને સમ્યકત્વમાં જાણવું. એ વીજળી લાઈટ નથી પણ ગ્યાસની બત્તી છે. પરંતુ લાયક સમ્યકત્વ છે તે વીજળી લાઈટ છે, તે કદી બુઝાતી નથી. પણ ગ્યાસની બત્તી બુઝાઈ જવાને સંભવ છે. એટલી મલિનતા છે. પરંતુ બેધ સમ્યક પ્રકારને અને સૂક્ષ્મ હોવાથી પૂર્વે જે વિષયોમાં આસક્તિ હતી અને પુદ્ગલિક વસ્તુઓમાં જે લેલુપતા હતી તે હવે અહીં ઘટી જાય છે, અને તેની આત્મિક જાગૃતિ પ્રબળ બની જાય છે. અહીં પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. પાંચ ઈન્દ્રિયોના ત્રેવીશ વિષયે છે તેમાં જતી ઇન્દ્રિયને નિરોધ કરીને, તેમાં તેને જવા ન દેતા, સ્વરૂપ ચિંતનમાં જોડવી તેનું નામ પ્રત્યાહાર છે.
આટલી હદે જ્યારે આત્મા ઊંચે આવે છે, ત્યારે તે ઈદ્રિ ઉપર કાબૂ મેળવે છે, અને પુગલિક વસ્તુઓની આસક્તિથી પાછો હઠે છે. એવું આ આત્મદર્શન છે. તેમ જ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં હવે તેને ઘણે જ આનંદ આવે છે. વળી આ ધાર્મિક ક્રિયાઓ સમજણપૂર્વક થતી હોવાથી તે અમૃતક્રિયા રૂપ બને છે. આ સ્થિર દષ્ટિમાં પાંચમે ભ્રમ નામને દેષ નષ્ટ થાય છે. આને લઈને શંકા શલ્ય રહિત બને છે. તેથી તેને સૂક્ષ્મ અને સમ્યફ બંધ થાય છે. આ સૂમ બોધને લીધે અનાદિકાલીન રાગદ્વેષ રૂપી પ્રગાઢ કર્મ ગ્રંથિનું જીવ અપૂર્વ પરિણામની ધારા રૂપ ખડ્ઝ વડે તેડી નાંખે છે અને અનિવૃતિકરણ વડે અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ રૂપ ચાર કષાય અને મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને સમ્યકત્વ મેહનીય એ સાત પ્રકૃતિએને ક્ષય કરી વેદ્યસંવેદ્ય-પદ-ભાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ક્ષાયિક