________________
યોગદષ્ટિ સમુચ્ચય
૭૧ છે. આ ગ્રંથમાં હેતુઓનું સ્વરૂપ-કેટલા પ્રકારના સમ્યફ હેતુઓ અને કેટલા પ્રકારના હેત્વાભાસે છે, તેમ જ પ્રમાણ, નય તથા સપ્તભંગીનું સ્વરૂપ, વસ્તુતત્વને નિર્ણય કેમ કર, વાદ કેવી રીતે કરે વગેરે અનેક બાબતેનું તેમાં ઘણી સારી રીતે વર્ણન કરેલ છે. એની અંદર હેતુનું સમ્યફ પ્રકારે, અવિપરીતપણે જે સ્વરૂપ બતાવેલ છે તેને યથાર્થપણે જાણી તથા તેના ભેદો, ફળ વગેરે જાણી તેના વડે વિદ્વાનેની સભામાં તત્વને નિર્ણય કરે “વેદ્યસંવેદ્યપદતઃ” વેદ્યસંવેદ્યપદથી તત્વને નિશ્ચય કરે. સમ્યફદષ્ટિ જીવ વસ્તુતત્વને નિર્ણય ઘણી સરસ રીતે કરી શકે છે. દરેક વાક્યો સાપેક્ષ હોય છે અને તે નય, પ્રમાણુ તથા સપ્તભંગી વડે જ વસ્તુતત્ત્વને નિર્ણય વેધસંવેદ્યપદવાળો જ કરી શકે છે, પણ અવેદ્યસંવેદ્ય પદવાળે મિથ્યાદષ્ટિ વસ્તુતત્ત્વને નિર્ણય કયારેય પણ કરી શક્તિ નથી. માટે જ અહીંયા કહ્યું છે કે વેદ્યસંવેદ્ય પદથી જે વસ્તુ તત્ત્વને નિર્ણય થાય તેને જ શાસ્ત્રકાર સૂક્ષ્મ બોધ કહે છે. ૬પ.
સૂક્ષ્મ બોધનું સ્વરૂપ ભવાધિ સમુરારાત કવવિભેદતા રેય વ્યાપ્તશ્ચકન સૂત્વે નાયમત્ર તુ જુદા
વિવેચન–અત્યાર સુધી ચાર દૃષ્ટિમાં જે બેધ બતાવ્યો તે સ્થૂલ બોધ છે પણ તે સૂક્ષ્મ બોધ નહોતે. સૂફમજ્ઞાન તે તે કહેવાય કે જે જ્ઞાન વડે પિતાના રાગાદિ શત્રુઓને પિછાણી અને તેના ત્યાગને પુરુષાર્થ કરે. પ્રથમ ચાર દૃષ્ટિમાં જે જ્ઞાન બતાવેલ છે તે સામાન્ય મનુષ્યની અપેક્ષાએ ઘણું સારું છે,