________________
તારનારા અને નહિ
અને એ પર
૫૬
યોગદષ્ટિ સમુચ્ચય તારનાર દાન ગણેલ છે. બાકીના શીલ, તપ અને ભાવ એ ત્રણ ધર્મો સ્વને જ તારનાર છે, પણ દાન લેનાર અને દેનાર બંનેને તારે છે. આથી દાનાદિ ચાર પ્રકારના ધર્મોમાં દાનને તીર્થકરેએ મુખ્ય ગણું પ્રથમપદે દાનને મૂકેલ છે, આથી સહજ સમજાશે કે દાનધર્મની કેટલી ઉપયોગીતા છે. આ જ વાત ગુરુશ્રી જણાવે છે કે, શક્તિ અનુસારે યોગી મહાત્માઓને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાટ, પાટલા, શય્યા, ઔષધ વગેરે ખપતી વસ્તુઓ ઉદાર ભાવથી આપવી. આવી રીતે દાન આપવાથી પરિણામની ધારામાં ઘણે સારે સુધારે થાય છે. અને નિયમે કરી બહુમાનની બુદ્ધિ તથા દાન આપવાની બુદ્ધિ જ્યારે મહાત્માઓ, સાધુ પુરુષે પર થાય છે ત્યારે તે યોગમાં ઈશ્વર પ્રણિધાન–પ્રભુના તરફ દૃષ્ટિ કરી ચિત્તની એકાગ્રતા કરવા રૂપ ધ્યાનમાં ગુરુના અનુગ્રહથી ઘણે આગળ વધે છે અને અંતે પરમપદને પ્રાપ્ત કરે છે. ૪૩. લાભાન્તર ફલશ્ચાસ્ય શ્રદ્ધાયુક્તો હિદય શુદ્રોપદ્રવ હાનિશ્ચ શિષ્ટ સમ્મતતા તથા
વિવેચન–સદ્ગુરુ તરફ જ્યારે જીવને પૂજ્ય બુદ્ધિ થાય છે, ત્યારે તેઓ પોતાનું સર્વસ્વ-પ્રાણ અર્પણ કરતાં પણ પાછી પાની કરતા નથી. આ પ્રમાણે શ્રદ્ધા અને ભાવપૂર્વક દાન આપવાની ટેવ પાડવાથી આ જીવને અનેક પ્રકારના લાભે થાય છે. પૂર્વે બાંધેલા લાભાંતરાય કર્મ ખસી જવાથી અનેક પ્રકારના ફળ મળે છે, કે જેના વડે ભવિષ્યમાં પિતાને અભ્યદય થતાં વાર લાગતી નથી અને અનેક પ્રકારના હલકા ઉપદ્રરે વગેરે નાશ પામે છે. તેમ જ ભૂતાદિના ઉપદ્રવે પણ
I૪૪