________________
૫૪
યોગદષ્ટિ સમુચ્ચય (૨) સંતેષ–પ્રાણયાત્રાને નિભાવવા સિવાય અન્ય ઈચ્છાઓ ન કરવી.
(૩) તપ-અનેક પ્રકારના માનસિક તપ તથા શારીરિક તપ કરવા.
(૪) સ્વાધ્યાય-ગુરુ પાસેથી સૂત્ર ગ્રંથ વગેરેનું જ્ઞાન ગ્રહણ કરવું તથા સ્વ એટલે પોતે આત્મા અને ધ્યાય એટલે નિરીક્ષણ કરવું હું કોણ છું? મારું કર્તવ્ય શું છે, મારું કર્તવ્ય પર વસ્તુથી રાગમમત્વ ત્યાગ તે છે. તે હું કરું કે નહિ અથવા હું પ્રતિદિન મમત્વ ભાવથી કેટલા અંશે મુક્ત થયો એવી વિચારણા કરવી, નિરીક્ષણ કરવું.
(૫) ઈશ્વર પ્રણિધાન – દેવ ગુરુને નમસ્કાર કરે, તેમની આજ્ઞાનું પાલન કરવી, સ્વાર્પણ કરવું.
એ પાંચ નિયમો તારાદષ્ટિમાં પ્રાપ્ત થાય છે. મિત્રા દૃષ્ટિમાં તથા પ્રકારના ક્ષયે પશમના અભાવથી આ નિયમે, હોતા નથી. પ્રથમ દૃષ્ટિમાં જે શુભ કાર્યો કરવામાં અખેદ નામને ગુણ હવે તેના સાથે તારા દૃષ્ટિમાં આત્મહિત માટે દાનાદિક શુભ પ્રવૃત્તિ કરવામાં અનુક્રેગ ગુણ આવવાથી શુભ કાર્યો આનંદ તથા ઉત્સાહપૂર્વક કરે છે. અહીંયા ઉદ્વેગ નામને બીજે દોષ નાશ પામે છે. તથા “જિજ્ઞાસા તત્વ બેચરાપ્રથમ દૃષ્ટિમાં અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે, અને તે ગુણની સાથે બીજી દૃષ્ટિમાં તત્વજ્ઞાન કરવાની પ્રબળ અભિલાષા ઉત્પન્ન થાય છે. અષ ગુણ પ્રાપ્ત થાય પછી જ જિજ્ઞાસા ગુણ સફળ બને છે. ૪૧.