________________
પર
યોગદષ્ટિ સમુચ્ચય જે છે. પરંતુ આને ઉત્તર એ જ છે કે આ વસ્તુસ્થિતિ છે, સાધારણ બાહ્ય ક્રિયા માત્ર કરવાથી પિતાની જાતને ઉન્નત થયેલી માનનારાઓ ઘણે ભાગે આત્મવંચના જ કરે છે, દીર્ઘ દૃષ્ટિથી વિચારીને જ્ઞાની મહાત્માએ અહીંયાં આ દૃષ્ટિઓની રચના અને સંકલન કરી છે. તે ઉપરથી પિતાની જાતને વિચાર કરવાને છે કે આપણે ઉન્નનિ કમમાં કઈ દશામાં વર્તીએ છીએ; પોતે આગળ વધે છે એમ માનનાર કદાચ આ દીર્ઘ વિચારથી લખાયેલા દૃષ્ટિભેદના સૂત્ર જ્ઞાનથી પિતાને તેટલી હદે વિકાસ પામેલે ન જોઈ શકે તે તેમાં અન્યને દેષ નથી. ભૂલભરેલી ભ્રમણામાં રહેવું અથવા દાંભિકવૃત્તિ ધારણ કરવા કરતાં મૂળ વસ્તુને સમજી તે હદ સુધી આત્માને ઉન્નત કરવા વિચાર કરે એ જ સાધ્ય છે, અને તેને અંગે કદાચ બેટી ભ્રમણા આવતી હોય તે તે ખાસ દૂર કરવા યોગ્ય છે. ઘણા ખરા ઓઘ દૃષ્ટિવાળા જ પિતાને સમકિતી માની લેવાની ભૂલ કરે છે. તે હવે પછીની ત્રણ દષ્ટિએનું અને આ દૃષ્ટિમાં રહેલા છ સંબંધી વિવેચન વાંચીને પોતાની અલના (ભૂલો સમજી જશે અને વિચારશે કે મહા નિર્મળ સસ્કૃત્વ જેવી શુદ્ધ દશાને પ્રાપ્ત કરવા માટે ઘણા ગુણેને પ્રાપ્ત કરવાની જરૂર છે. અધિકાર વગર વસ્તુ રહેતી નથી. જ્યાં પિતાને પગ મૂકવાને પણ અધિકાર ન હોય ત્યાં એકદમ પહેલાને બદલે પાંચમી દૃષ્ટિની વાત કરવી તે એક પ્રકારનું ઉદ્ધતપણું છે. બાહ્ય ક્રિયા કરનારી વસ્તુતત્વને નહિ સમજનારા એવા યોગીઓ, સાધુઓ, યતિઓ, શ્રાવકે ગમે તે હોય તેને દ્રવ્યલિંગીઓ કહેવામાં આવે છે. તાત્વિક દૃષ્ટિએ વિચારતાં તેઓ ઉન્નતિ કમમાં હજુ