________________
૫૯
યોગદષ્ટિ સમુચ્ચય કરવાની, કેઈને પ્રતિક્રમણ કરવાની, કેઈને દાન આપવાની, કોઈને શીલ પાળવાની અને કોઈને તપ કરવાની, કોઈને ભાવના ભાવવાની, આમ આત્મકલ્યાણ માટે મહાત્માઓ ભિન્ન ભિન્ન રુચિઓવાળા જોવામાં આવે છે. એથી તારાદષ્ટિવાળે યેગી વિચાર કરે છે કે આ સર્વ પ્રવૃત્તિઓમાં શું શું આચરવું? અને તેને ત્યાગ કરે અને કેવી રીતે વિકાસ સાધવે. ૪૭.
અંતે નિર્ણય કરે છે. નાસ્માકં મહતી પ્રજ્ઞા સુમહાન શાશ્વ વિસ્તરઃ આ શિષ્ટા પ્રમાણુમિહ ત દિત્પસ્યાં મતે સદા ૪૮
વિવેચન—આગળ વધવાની અત્યંત જિજ્ઞાસાવાળા તારાદષ્ટિવાળા ગીઓ જોવામાં આવતી અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓથી નહિ મુઝાતાં અંતમાં નિર્ણય કરે છે કે અમારી બુદ્ધિ એવી નથી કે અમે દરેકની સાથે શાસ્ત્રાર્થ કરી વસ્તુતત્વને નિર્ણય કરી શકીએ ? અમારી બુદ્ધિથી નિર્ણય કરેલ વસ્તુમાં પણ વિસંવાદ જોવામાં આવે છે, તેમ જ ધર્મની જુદી જુદી પ્રવૃત્તિઓ જણાવનાર શાસ્ત્રને વિસ્તાર પણ કાંઈ નાસુને નથી, એથી સાધુ પુરુષોને સંમત એવા મહાન પુરુષો જે કહે તે જ અમારે પ્રમાણ છે, બીજાઓ કહે તે પ્રમાણ નથી. તથા સાધુ પુરુષોએ જે પ્રમાણે આચરણ કરેલ છે, જે માર્ગે ચાલ્યા છે, તે જ માર્ગ ઉત્તમ છે; અને તેથી તે જ માગે અમારી પિતાની શક્તિ અનુસાર ચાલવું તે યોગ્ય છે, એ પ્રમાણે નિર્ણય કરે છે. વળી એ દૃષ્ટિવાળામાં એટલું બધું સરળપણું હોય છે કે, તેને કઈ હિતકર શિક્ષા આપે તે તે બહુ જ સરળતાથી શ્રવણ કરે છે, અને તે શિક્ષા જે શિષ્ટ