________________
૩૯
યોગદષ્ટિ સમુચ્ચય સંજ્ઞા, (૬) માનસંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભસંજ્ઞા, (૯) ઘસંજ્ઞા, (૧૦) લેક સંજ્ઞા.
દરેક જીને આ સંજ્ઞાઓ અનાદિકાળથી હોય છે. અનાદિકાળના અભ્યાસને લઈ આ જીવને આહાર લેવાની ઈચ્છા થાય છે, અનેક પ્રકારની શંકાઓ દ્વારા ભય પામે છે, વિષયો ભેગવવાની ઇચ્છાઓ થાય છે, ધન પ્રત્યે લાલસા રહે છે. ક્રોધ, માન, માયા, લેભ દરેક જીવમાં સ્પષ્ટ અને અસ્પષ્ટપણે રહેલ જ હોય છે. વેલાનું ઝાડ પર કે ઘર પર ચડવું થાય છે તે એઘ સંજ્ઞા છે. એ સંજ્ઞા મુખ્યપણે એકેન્દ્રિયને હેાય છે. પરમાર્થ સમજ્યા વિના લેક જેમ કરે તેમ કરવું તે લકસંજ્ઞા. આ દશ સંજ્ઞાઓ જાણવી. વસ્તુ મેળવવાની ઈચ્છાથી કલા ધર્મનાં અનુષ્ઠાને, વ્રત, તપ, જપ વગેરે. તે પણ આશય અનુસાર પુદ્ગલિક સુખને આપે છે, પણ મેક્ષ સુખ પ્રદાતા બનતા નથી. કારણ કે આશય (ઉદ્દેશ) આત્મકલ્યાણ માટે હેતે નથી. પુદ્ગલિક સુખની આશા, તૃષ્ણ, વાસના રહિત જે જે ધર્મનાં અનુષ્ઠાને કરવામાં આવે છે તે જ મેક્ષના સુખદાતા બને છે એમ જ્ઞાની પુરુષ વદે છે. સારાંશ એ છે કે આ લેક કે પરલેકના સાંસારિક સુખના ફળની ઈચ્છારહિત કરેલાં ધર્માનુષ્ઠાને જ યોગના બીજે છે. જેમ અશાલિ બીજથી જ્યારે પણ શાલિ બીજને અંકુર થતું નથી. તેવી રીતે યોગના બીજ કે યોગદષ્ટિ તથા વિધ કર્મના ક્ષયોપશમથી રાગદ્વેષ રૂપ કમની ગ્રંથિને જેકે ભેદી નથી તે પણ તેની સન્મુખ તે થયે છે. અને ચરમ યથા પ્રવૃત્તિકરણ જેણે પ્રાપ્ત કરેલ છે, તે જ મેળવે છે. યોગાચાર્યો કહે છે કે યોગના બીજવાળું જે