________________
ગદષ્ટિ સમુચ્ચય ઉપર કહેલા સર્વ કાર્ય ક્યારે થાય છે તે કહે છે
યથાપ્રવૃત્તિકરણે ચરમેડલ્પ મલવત : / આસનગ્રંથિભેદસ્ય સમસ્ત જાયતે હ્યદક / ૩૮
વિવેચન–યથાપ્રવૃત્તિકરણ બે પ્રકારના હોય છે, એક સાધારણ અને બીજું વિશિષ્ટ. સાધારણ યથાપ્રવૃત્તિકરણવાળે જીવ વિશુદ્ધિના પંથ પર અસર થઈ શકતું નથી. એ કરણ એટલું સામાન્ય છે કે અભવ્ય જીવોને પણ અનંતવાર પ્રાપ્ત થાય છે.
વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણવાળા આત્માને જ્યારે આત્મપટ પર રાગ-દ્વેષના ડાઘ દેખાય છે ત્યારે તે એ મેલને નષ્ટ કરવાને પ્રબલ પ્રયત્ન કરે છે. એ તીવ્ર રાગ-દ્વેષના ડાઘ શિથિલ બની જવાને જ અપૂર્વકરણ કહેવાય છે. એ પ્રકારના પરિણામ (ભાવ) પુનઃ પુનઃ પ્રાપ્ત થતાં નથી એથી એ અપૂર્વકરણ કહેવાય છે. એ કરણ પ્રાપ્ત થવાથી જ આત્મામાં સમ્યગદર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આવે છે. તીવ્રતમ રાગદ્વેષના અત્યંત મલિન પરિણામેને જેન કર્મશાસ્ત્રોમાં ગ્રંથિ કહે છે. એ ગ્રંથિનું ભેદન કર્યા વિના સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ સંભવે નહિ, અપૂર્વકરણ દ્વારા જ એ ગ્રંથિનું ભેદન થઈ શકે નેધ -૧ જિનભદ્ર ક્ષમા શ્રમણે લખ્યું છે કે – સઘન રાગદ્વેષ રૂષ
આત્મ પરિણામ જ ગ્રંથિ છે. એ ગ્રંથિનું અત્યંત મુશ્કેલીથી ભેદન કરવામાં આવે છે. એ ગ્રંથિ આત્મામાં અનાદિકાળથી લાગેલી છે. વાંસની ગુપ્ત ગાંઠ સમાન એ ગ્રંથિનું ભેદન કરવું સરળ નથી.
છે. ૪