________________
૪૭
ગિદષ્ટિ સમુચ્ચય યોગ પણ થતું નથી. આ માટે પૂજ્ય ગુરુશ્રીએ જણાવ્યું છે કે, “સપ્રણામાદિ નિમિત્ત” સદ્ગુરુને વંદન નમસ્કારાદિ કરવામાં આવે તે જ કિયા અવંચક ગની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુને વંદનાદિ કરવાથી તેઓને કાંઈ લાભ થતું નથી, લાભ તે વંદન કરનારને જ થાય છે. શ્રીકૃષ્ણવાસુદેવે અઢાર હજાર સાધુઓને વંદન કરવાથી સાતમી નરકને જે આયુષ્યને બંધ હતે તે ઘટીને ત્રીજીને જ રહ્યો. આ લાભ કંઈ જે તે નથી. આજકાલના સુધારક વગે આ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ગુરુ પ્રત્યે નમસકારાદિ કર્યા વિના કર્મમળની અલ્પતા કયારેય પણ થતી નથી. સદ્દગુરુને સમાગમ તે થાય પણ તેમને ઓળખવા તે પણ પુણ્યબળ વિના ન થાય, કદાચ ઓળખે પણ તેઓશ્રીને વિનય કર્યા વિના ઉપદેશને લાભ મળતું નથી. અને ઉપદેશની અસર થયા વિના સ્વરૂપ સમજાય નહિ. અને આત્મસ્વરૂપ જાણ્યા વિના મોક્ષ પણ મળી શકે નહિ. આમ કાર્ય કારણની પરંપરા સંકળાયેલી છે તે વિવેકીજનેએ જાણવું જોઈએ. જેઓ સદ્ગુરુને ઓળખી તેના પ્રત્યે ભાવ ભક્તિપૂર્વક વંદનાદિ કરે છે, તેઓ રત્ન પર આવેલ મળને જેમ દૂર થતાં રત્નનું સાચું સ્વરૂપ તિ રૂપ પ્રગટ થાય છે, તેવી રીતે આત્માનું સાચું સ્વરૂપ જ્યોતિ રૂપ છે તેને પ્રાપ્ત કરે છે એમ ગાચાર્યો કહે છે. ૩૫.
આજ વાતને બીજી રીતે જણાવે છે
નાસ્મિન ઘને યતઃ સુ તપ્રતીતિમહેદયા. કિ સમ્યગ્ર રુપમાદને કદાચિહ્મદચનઃ
૩૬