________________
૪૨
યોગદષ્ટિ સમુચ્ચય યોગનું બીજ છે. વળી સાધુઓને કલ્પી શકે એવા ઔષધાદિ આપવાનો નિયમ કરે તે પણ યોગ બીજ છે. જે શાસ્ત્રો વાંચવાથી આત્માની જાગૃતિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય એવા શાસ્ત્રો ન્યાય-નીતિથી પ્રાપ્ત કરેલ ધન વડે લખાવવા, તેને પ્રચાર કરે વગેરે પણ યોગના બીજે છે. આ સર્વ ક્ષયોપશમ ભાવ વડે જ્યારે રાગદ્વેષની ગ્રંથિ પાતળી પડે છે ત્યારે જ બને છે. ર૭.
લેખના પૂજના દાન, શ્રવણું વાચનેગ્રહ પ્રકાશનાથ સ્વાધ્યાય શ્ચિન્તના ભાવનેતિ ચ ૨૮
વિવેચન–ન્યાય નીતિથી ઉપાર્જિત ધનને સદ્વ્યય કરવાના બીજા ઉપાય બતાવે છે. આત્મજાગૃતિ થાય અને સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ પ્રગટ થાય તેવા પુસ્તકે લખાવવા, જ્ઞાન આપનાર શાસ્ત્રોનું બહુમાન કરવું, પુરુષોને તેનું દાન આપવું. તેવા પુસ્તકનું વારંવાર ગુરુ પાસે શ્રવણ કરવું, ભાષાંતર કરેલા પુસ્તકોનું બહુમાનપૂર્વક ગ્રહણ કરવું તેને સારી રીતે મૂલ્યવાન આભૂષણોની જેમ સંભાળીને રાખવા, યત્નપૂર્વક રાખવા, તેનું વાંચન કરવું, તેને અર્થ ગુરુ પાસે જાણ અને તે યોગ્ય જીવને સંભળાવ, શીખેલું જ્ઞાન ભૂલી ન જવાય તે માટે વારંવાર તેને યાદ કરતા રહેવું, તેમ જ તેના અર્થનું વારંવાર ચિંતન કરવું, મનન કરવું. એ સર્વ મેક્ષ પ્રાપ્ત કરાવનારા યોગના બીજે છે. ૨૮.
અપર યુગના બીજે કહે છે બીજ શ્રી ચ સવેગાત પ્રતિપત્તિ સ્થિરાશયા ! તદુપાદેય ભાવસ્થ પરિશુદ્ધો મહદયઃ
રેલા