________________
ગદષ્ટિ સમુચ્ચય
રૂપ સંસારને યથાપ્રવૃત્તિકરણ દ્વારા ઘણે ભાવમળક્ષય કરવા છતાં મહાન ધર્માનુષ્ઠાન કરવા સમર્થ થતું નથી, પણ વ્યક્ત ચૈતન્યો-વિવેકવાન મનુષ્યો જ મહાન ધર્માનુષ્ઠાને કરવા સમર્થ બને છે. સારાંશ એ છે કે ચારગતિ રૂપ સંસારમાં આ જીવ અકામ નિર્જરા વડે કર્મરૂપ ભાવમળને ઘણે ક્ષય કરે છે, પણ મનુષ્યગતિ સિવાય આ યોગના બીજે કયારેય પણ પ્રાપ્ત કરી શક્તિ નથી. ૩૦.
આ વાતને આગળ બતાવે છે ચરમે પગલાવતે ક્ષયહ્યાપદ્યતે |
જીવાનાં લક્ષણે તત્ર યત એતદ્દાહતમ ૩ વિવેચન–પિતાના આત્મસ્વરૂપને નહિ જાણવાથી, આ જીવે અનંતા પુદ્ગલ પરાવર્તન કરેલા છે. એ પુદ્ગલ પરાવર્તનમાં માત્ર એક જ પુદ્ગલ પરાવર્તન કાળ-મક્ષ જવા માટે બાકી રહે છે, ત્યારે જીવની કર્મની સ્થિતિ ઘણી ખરી ક્ષય થઈ ગઈ હોય છે. સીત્તેર-ત્રીસ-અને વીસ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી, ઓગણોતેર, ઓગણત્રીશ અને ઓગણીશ કોડાકોડી સાગરેપમની સ્થિતિ ક્ષય થઈ જાય અને દરેક કર્મની સ્થિતિ એક ક્રોડાકોડી સાગરોપમની બાકી રહે ત્યારે આ જીવને ભાવમળ ઘણે ક્ષય થઈ જાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી જીવ આત્મ સન્મુખ થવાને અધિકારી થાય છે. ૩૧.
દુખિતેષ દયાત્યંત મદ્રેષગુણવત્સ ચ |
ઔચિત્યાન્સેવન ચેવ સર્વત્રવા વિશેષતઃ પ૩રા વિવેચન–જ્યારે આ જીવના ઘણા કર્મરૂપી મળે ક્ષય થઈ જાય છે ત્યારે આ જીવ કઈ પણ દીન, દુઃખી,