________________
યોગદષ્ટિ સમુચ્ચય
૩૫ પ્રવાહની જેમ અનેક ધર્માનુષ્ઠાને જીવે કર્યા છતાં ઉદયકાળની શરૂઆત એટલે મોક્ષ માર્ગ તરફના પ્રયાણની શરૂઆત થઈ ન હતી પરંતુ આ દષ્ટિવાળે જીવ મોક્ષ રૂપી ફળ આપવામાં અવંધ્ય (અવશ્ય ફલદાયક) કારણ એવા યુગના બીજને એકત્ર કરે છે. જે બીજેથી મક્ષ રૂપી ફળ અવશ્ય મળે. આ પ્રમાણે ગાચાર્યો જણાવે છે. ૨૨.
હવે વેગના બીજેનું વર્ણન કરે છે. જિનેષુ કુશલ ચિત્ત તન્નમસ્કાર એવ ચ . પ્રણામાદિ ચ સંશુદ્ધ યોગ બીજ મનુત્તમામ ૨૩
વિવેચન–જગતમાં સારભૂત વસ્તુ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ પરમ તત્ત્વ છે. એ ત્રણ તને સમ્યક્ પ્રકારે જાણવા, તેમના પ્રત્યે બહુમાન કરવું, એ જ જીવના ઉદયનું પ્રથમ પગથિયું છે. પ્રથમ દેવ તત્ત્વનું સ્વરૂપ કહે છે, જેનામાં રાગદ્વેષ ન હોય તે વીતરાગ દેવ કહેવાય. સંસારાસક્ત જીવને દેવ તરીકે વંદન પૂજન થઈ શકે જ નહિ. જ્યાં સુધી રાગદ્વેષ દૂર થયા ન હોય ત્યાં સુધી તેઓમાં અને આપણુમાં શું ફરક છે કે તેઓને વંદન કરીએ? રાગદ્વેષને જીતનાર ગમે તે હોય તેઓ જિન કહેવાય છે. પછી તેને ગમે તે નામથી બોલાવે તેમાં કોઈ હરકત નથી. રાગથી રંગાયેલા એકબીજા પર અનુગ્રહ કરનારા, દ્વેષથી એક બીજાઓનું નિકંદન (નાશ) કરનારા દેવ ન જ હોઈ શકે. રાગદ્વેષ જીતનારા હોય તે જ વાસ્તવિક જિન પ્રભુ છે. તેઓના પ્રત્યે શુદ્ધ હૃદયથી પ્રેમ કરે. હૃદયમાં બહુમાનની લાગણી રાખવી, એ મને ગની એકાગ્રતા જણાવી,