________________
૨૯
ગિદષ્ટિ સમુચ્ચય તેમ જ તત્ત્વબોધ પ્રાપ્ત કરવાની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
(૩) શુશ્રષા-આ ગુણ ત્રીજી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. તેથી તેને તત્વજ્ઞાન શ્રવણ કરવાની અભિલાષા થાય છે.
(૪) શ્રવણ-આ ગુણ એથી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી તે તત્ત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા હતી, પણ હવે તત્વજ્ઞાન શ્રવણ કરે છે. એથી બોધ વધારે સ્પષ્ટ-વ્યક્ત થાય છે, અને ધર્મ પર અનુરાગ વધે છે.
(૫) બેધ-આ ગુણ પાંચમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. ઉપરની ચાર દષ્ટિમાં જે બેધ હતું તે કરતાં અહીં ઘણે સ્થિર બંધ થાય છે. અને બધી શંકાઓ વિરમી જાય છે, અને સૂક્ષમ પ્રકારને બેધ પ્રાપ્ત થાય છે.
(૬) મીમાંસા-આ ગુણ છઠ્ઠી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાન સંબંધી ઉચ્ચ વિચારશ્રેણી પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાન શ્રવણથી થયેલ સ્થિરતા ગુણ સાથે જ્યારે શુભ વિચાર શ્રેણી ચાલવા માંડે ત્યારે પ્રગતિમાં એકદમ ઘણું સારી રીતે વધારે થાય છે.
(૭) પરિશુદ્ધ પ્રતિપત્તિ-આ ગુણ સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એથી તત્ત્વજ્ઞાન પર બહુ આદર, અનુરાગ સૂક્ષ્મરૂપે. થાય છે, આગળ જે વિચારણા થઈ હતી તે આ દૃષ્ટિમાં આદરણા રૂપે વૃદ્ધિ પામે છે.
(૮) પ્રવૃત્તિ-આ ગુણ આઠમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થાય છે. તેને લઈને આત્મગુણમાં સંપૂર્ણ