________________
ગદષ્ટિ સમુચ્ચય
૨૭ વિવેચન–યમ નિયમ વગેરે ભેગના આઠ અંગેથી યુક્ત આ દૃષ્ટિ છે. તેમ જ ખેદાદિ આઠ દેષો જેઓમાં ન હોય, વળી અદ્વેષાદિ આઠ ગુણ જેઓમાં હોય તે મહાનુભાવ મહાભાઓમાં અનુક્રમે આ આઠ દષ્ટિ હોય છે.
શાસ્ત્રમાં કહેલ છે કે, “યમ, નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન, સમાધિ આ યુગના આઠ અંગે છે. આ ગાંગો મિત્રાદિ દૃષ્ટિમાં અનુક્રમે એક એક હોય છે. મિત્રાદષ્ટિમાં યમ, તારાદષ્ટિમાં નિયમ એમ અનુક્રમે પરાદષ્ટિમાં સમાધિ નામનું ગાંગ હોય છે. યમાદિ આઠ યેગાંગના વિરોધી ખેદાદિ દેશે પણ આઠ છે તેને દૂર કરવા તે કહે છે.
(૧) ખેદ-સારા કામની પ્રવૃત્તિ કરતાં જેને થાક લાગે તે ખેદ દેષ. આ ખેદ જેને થાય છે, તેને પ્રભુના ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કદાપિ થતી નથી.
(૨) ઉદ્વેગ-સારા કામ ઉપર અથવા ગ, ધ્યાન આદિ પર અનાદર થાય તેને ઉદ્વેગ કહે છે.
(૩) ક્ષેપ–સારી કિયા કરતાં વચમાં બીજી કિયા તરફ ચિત્તનું જવું, એક બાબતમાં ચિત્ત સ્થિર ન રહે. ચિત્તની એકાગ્રતા ન થાય તે હેપદેષ છે.
(૪) ઉત્થાન-ચિત શાંત ન હોવાથી મનની એકાકાર વૃત્તિને અભાવ તે ઉત્થાન દેષ છે.
(૫) બ્રમ-મનનું વિપરીતપણું, છીપામાં રૂપાનું જ્ઞાન, રસીમાં સપનું જ્ઞાન, આ કામ મેં કર્યું કે નહિ તેનું ભાન ન રહે.