________________
ગદષ્ટિ સમુચ્ચય
૨૫ શાસ્ત્રકાર તેને ઉત્તર આપે છે કે મિત્રાદિ ચાર દષ્ટિ પણ સદ્દષ્ટિ છે, કારણ કે સ્થિરાદિ ચાર દષ્ટિ પ્રાપ્ત કરવામાં મિત્રાદિ ચાર દૃષ્ટિ છે તે અવશ્ય કારણભૂત છે. આ ચાર દૃષ્ટિ હોય તે જ બીજી સ્થિરાદિ ચાર દષ્ટિ અવશ્ય પ્રાપ્ત થાય છે. પ્રથમની ચાર દષ્ટિ તે કારણ છે અને પાછળની ચાર દષ્ટિ કાર્ય રૂપ છે. આથી પ્રથમની ચારે દષ્ટિને સદ્દષ્ટિ કહેલ છે.
આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે. વર્ષોલક–સારામાં સારી સાકર ઉત્પન્ન કરવી હોય તે પ્રથમ શેરડી. શેરડીને રસ, ગોળની રસી અને ગોળની જરૂર પડે છે. પ્રથમની ચાર દષ્ટિ આ શેરડી વગેરેના જેવી છે.
શેરડીમાંથી પ્રથમ રસ નીકળે છે, તેમાંથી ગોળની રસી થાય છે, અને તે ગેળની રસીમાંથી ગોળ થાય છે, આ ગોળમાંથી ખાંડ થાય છે, ખાંડમાંથી સાકર થાય છે, અને સાકરમાંથી મસ્યાંડ થાય છે, અને મત્સ્યાડમાંથી વર્ષોલક ઉત્તમ જાતિની સાકર બને છે.
આ સર્વ જેમ શેરડીમાંથી બને છે તેવી રીતે મિત્રાદિ ચાર દષ્ટિ પ્રાપ્ત થાય પછી જ આગળ વધી શકાય છે. મિત્રાદિ ચાર દષ્ટિ શેરડીના રસાદિ જેવી છે અને એમાંથી જ સ્થિરાદિ ચાર દષ્ટિ રૂપ ઉત્તમ સાકર બને છે.
શેરડી જ અંતે સાકર રૂપ બને છે, તે પ્રમાણે પહેલાની ચાર દૃષ્ટિ ચાદિ વિષયવાળી છે, ધર્મના અનુષ્ઠાને માં રુચિ થવા રૂપ છે અને તેમાંથી જ મેક્ષની અભિલાષા રૂપ માધુર્યતા ઉત્પન્ન થાય છે. મિત્રાદિ ચાર દષ્ટિ શેરડી રૂપ છે. એને લઈને