________________
યોગદષ્ટિ સમુચ્ચય વગેરેમાં વિકલતા આવે છે. અંતર ઉપયોગ ભાવપૂર્વક વંદનાદિક કાર્ય કરી શકાતા નથી.
(૨) તારાદષ્ટિમાં બોધ છાણની અગ્નિના કણ જેવો હોય છે. પહેલા કરતાં જરા અધિક ખરે, પણ ખરા અવસરે બંધ બુઝાઈ જાય છે. વાસ્તવિક રીતે વધારે વખત ટકી શકે એવા વીર્યને અહીંયા અભાવ હોય છે. આને લઈને કઈ ધાર્મિક અનુષ્ઠાન કરવાનો વિચાર થતાં પ્રથમની સ્મૃતિ સારી ન હોવાથી તે કાર્ય કરી શકતું નથી.
(૩) બલાદષ્ટિમાં કાણાગ્નિના કણ જે બોધ હોય છે. આની અંદર પહેલાં બે કરતાં જરા વધારે બેધ હોય છે. એથી આમાં વિર્યશક્તિ શેડી વધારે હોય છે. સ્મૃતિ પણ આમાં જરા સારી હોય છે. આને લઈને પ્રભુભક્તિ આદિ ધાર્મિક અનુષ્ઠાને કરવામાં અનુરાગ થાય છે. અને થોડે પ્રયત્ન પણ કરે છે.
(૪) દીપ્રાદષ્ટિમાં બેય દીવાની પ્રભા જે હોય છે, પહેલા કરતાં ઘણું વધારે છે. કારણ કે આની અંદર પહેલાના ત્રણે બંધ આવી જાય છે. એથી આમાં વીર્યશક્તિ વધારે હોય છે. તેમ જ કાર્ય કરવાના સમયે સ્મૃતિ ઘણું જ સારી હોવાથી દ્રવ્યથી તથા ભાવથી દેવ, ગુરુ આદિની ભક્તિ, સેવા વગેરે કાર્યો કરવામાં, તથા પાપ પુણ્યના કાર્યોમાં બીજાઓના કરતાં આ દષ્ટિવાળાની પ્રવૃત્તિ સમજણપૂર્વકની હવાથી જુદી પડે છે. અહીંયાં જ પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકારોએ વ્યકત મિથ્યાત્વરૂપ ગુણ આશ્રી વ્યવહાર રાશિવાળા