________________
યોગદષ્ટિ સમુચ્ચય ભેદ-સહણ ભેદ, અથવા દર્શનેમાં પરસ્પર ભેદ મિત્રાદિ ચાર દષ્ટિમાં પરસ્પર પડે છે એમ ગાચાર્યો જણાવે છે. પરંતુ રાગદ્વેષની ગ્રંથિને જેઓએ ભેદી નાખેલ છે એવા સ્થિરાદિ દષ્ટિવાળા ગીઓની અંદર આવા સહણાદિ ભેદો કદાપિ પડતા નથી. કારણ કે તેઓ નય ભેદના સ્વરૂપને બરબર જાણતા હોવાથી દરેક દર્શનના અભિપ્રાયોને સારી રીતે સમજી શકે છે. કારણ કે ષટૂ દર્શને છે તે જૈન દર્શનના અંગે છે, જૈન દર્શન છે તે સમુદ્ર સમાન છે. તેમાં દરેક દર્શન રૂપી નદીઓ આવીને મળે છે. આવા બેધને લઈને આ યોગીઓમાં ઉક્ત ભેદ પડતા નથી. સ્થિરાદિ દષ્ટિવાળા મહાત્માઓની પ્રવૃત્તિ પરના હિતાર્થે જ હોય છે. વળી તેમાં શુદ્ધ બોધને લઈ હઠાગ્રહ જરા પણ તે નથી. નિરંતર મૈત્રી, પ્રમેહ, કરુણા અને મધ્યસ્થ ભાવનાને ભાવતા હોવાથી ગંભીર અને ઉદાર આશયવાળા હેય છે. તેમ જ દરેક જીવને સંજીવની ચારિ ચરનાર બળદનાં દષ્ટાંતથી મધ્યસ્થ ઉપદેશ આપીને આગળ વધારે છે. ૧૪.
આઠ દૃષ્ટિએનું સ્વરૂપ તૃણમયકાણાગ્નિક દીપપ્રપમા
રત્નતારા/ચંદ્રાભાઃ સદ્દષ્ટર્દષ્ટિરષ્ટધા ઉપા વિવેચન—(૧)સામાન્યપણે સદ્દષ્ટિવાળ યોગીઓની દષ્ટિ (બે) આ પ્રકારની છે? મિત્રાદષ્ટિની અંદર બે તૃણાગ્નિના કણ જે છે. વાસ્તવિક પિતાના કાર્યને કરનાર થતું નથી. સુંદર સ્મૃતિના બીજભૂત સારા સંસ્કાર નહિ પડવાથી અલ્પ શક્તિવાળે બંધ ટકી શકતું નથી. આને લઈને દેવ, ગુરુ વંદન