________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ કે કયારે તે સદાને માટે તૂટીને તણાઈ ગયે. 1 આ શિલાલેખમાં ચક્રપાણિએ વિષ્ણુનું મંદિર બંધાવ્યાને ઉલ્લેખ છે. આ મંદિર કયું તેની સ્પષ્ટતા થતી નથી, પણ દામોદર કુંડ ઉપર જે વિષ્ણુમંદિર છે; તે આ હોવું જોઈએ. આ સમયમાં બૌદ્ધોનું પરિબળ હતું તેમજ તે ધર્મ સારી રીતે ફેલાઈ ચૂક હતા. તેમ છતાં તેમાં રાજ્યકર્મચારી ચક્રપાલિત વિષ્ણુમંદિર બંધાવે તેથી સ્પષ્ટ થાય છે કે તે સમયે ધાર્મિક સહિષ્ણુતા હતી તેમ સર્વે ધર્મોનું યથાર્થ પાલન થતું. ગુપ્ત સમયમાં આ પ્રદેશમાં ઘણાં મંદિરે બંધાયાં હોવાનું જણાય છે. તેમાં ખાસ કરીને ગિરનાર ઉપરનું અંબાનું મંદિર અને વર્તમાન દ્વારકાનું જગતનું દહેરું હોવાનું મનાય છે. (વિશેષ આ પ્રકરણના અંતમાં) સ્કંદગુપ્તનું મૃત્યુ: સ્કંદગુપ્ત ઈ. સ. ૪૮૦માં મૃત્યુ પામે અને તેની પાછળ સામ્રાજ્ય અસ્તવ્યસ્ત થઈ ગયું. વાયવ્ય સરહદેથી શ્વેત હુણેનાં લડાયક, ક્રૂર અને લોહીતરસ્યાં ટેળાંએ આ દેશમાં ઊતરી પડયાં. તેના નાયક તેરમાણે આગ અને તલ્હારનું સામ્રાજ્ય ફેલાવી દીધું. ઊભાં ખેતરને નાશ કર્યો. અનેક નિર્દોષ નરનારીની કતલ કરી અને ભારતના નંદનવનને અદ્યાપિ પર્યત આવેલા પરદેશી આક્રમણકારો કરતાં વિશેષ ઝનૂન અને વેરઝેરથી પાદાક્રાન્ત કર્યું. સ્કંદગુપ્ત એક વાર તેને પરાસ્ત કર્યો અને તેના નાયક લેસિહ ને હરાવ્યું પરંતુ તેના મૃત્યુ પછી લેસિહના પુત્રના ઉત્તરાધિકારી તેરમાણ સામે સ્કંદગુપ્તને પુત્ર ભાનુગુપ્ત ટકી શકે નહિ. ઈ. સ. 510 (વિ. સં. પ૬–ગુપ્ત સંવત્ ૧૯૧)માં તેરમાણે ગાંધારપંજાબ, કાશ્મીર, માળવા, રાજપૂતાના, સંયુક્ત પ્રદેશ અને છેક બિહાર સુધીના ભાગ ઉપર પિતાનું આધિપત્ય સ્થાપી દીધું. મિહિરશુલ વા મીહીરગુલ : તેરમાના મૃત્યુ પછી મિહિરગુલ અથવા મીહીરગુલે શાકલ નગરમાં પોતાની રાજધાની સ્થાપી અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, પરંતુ બૌદ્ધો પર પાછળથી નારાજ થતાં તેણે તે ધર્મ નિર્મૂળ કરવાની આજ્ઞા આપી. 1 આ વિષયમાં વિશેષ રસ ધરાવતા વિદ્વાનને, લેખક ત્રિપુર સુંદરીનું મંદિર ધારાગઢ દરવાજા બહાર (જૂનાગઢ)માં છે તેનું સૂચન કરે છે. ત્યાં આગળ નેટ કરી છે તેમ આ ડેમ હોવો જોઈએ. બીજું સૂચન એક ઈતિહાસના વિદ્વાન દુબડી કે જે દાતાર તથા લક્ષ્મણ ટેકરી , છે તેની વચમાં કહે છે; પણ ત્યાં નદીઓ આવે તેમ નથી. 2. આ દેવાલય ભવ્ય છે. તેનું સ્થાપત્ય જોતાં તે ગુપ્ત સમયનું કહી શકાય, પણ આ લેખકના મત પ્રમાણે તે મંદિર મુસ્લિમોએ તેને વિનાશ કર્યા પછી બંધાયું છે. તેની વિગતવાર ચર્ચા આ પુસ્તકમાં આગળ કરવામાં આવશે. 3. વર્તમાન ભારતના ભાગે.