________________ શરદ સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજા તેને જીર્ણોદ્ધાર કરવાની તક જતી કરત નહિ. એમ પણ મનાય છે કે મહમુદે મંદિર તેડેલું નહિ, પણ પાછળથી મીઠાખાને તેડેલું. પણ તે માત્ર અનુમાન જ છે. હિંદુઓએ જાણે મહમુદની ચડાઈ અને વિધ્વંસ એક આકસ્મિક ઘટના ઘટી હોય તેમ કાંઈ પણ રંજ કર્યા વગર ત્વરિત રીતે મહાદેવનું દેવાલય વિશેષ ભભકાદાર બાંધી મહાદેવની પુનઃ સ્થાપના કરી ફરીથી ઘંટારવને ઘેષ અને વેદચ્ચારને પ્રારંભ કરી દીધું. જાસલની કથા : રાહ નવઘણને ઈતિહાસ જાસલની કથા વિના અધૂરે છે. દેવાયતે તેના પુત્ર વાસણનું બલિદાન દઈ, નવઘણને માટે કરી, જૂનાગઢની ગાદીએ બેસાડે અને પુત્રી જાસલ કે જેને માના ખોળામાંથી ઉતારી તેને સ્થળે નવઘણને મૂક્યું હતું તેનાં લગ્ન સાસતિયા નામના આહિર સાથે કર્યા. ત્યારે નવઘણ કાપડામાં બહેનને શું આપવું તેના વિચારમાં પડે. ફેરા ફરતી બહેનને કહ્યું “બહેન જાસલ, તારું દૂધ આડેથી ઝડપી હું ઉજર્યો છું. તારા ભાઈના બલિદાને હું જીવ્યે છું. હું તને શું આપું ? સેરઠનું રાજ્ય આપું તેય એછું છે. મારું મસ્તક કાપી તારા હાથમાં આપું તેય અધૂરું છે. બહેન માગ૩ અશ્રુભીની આંખે, દીન વદને સોરઠને રાહ જાસલ પાસે ઉત્તર ભાગી રહ્યો છે. પણ તે દેવાયતની દીકરી હતી. તેણે કહ્યું ભાઈ નવઘણ સમય આવ્યે માગીશ. મારી ભીડના ટાણે ભાઈ થઈ વહારે આવજે. એ વચન આપ. અને નવઘણે કહ્યું કે “જે યદુવંશમાં જ હોઈશ તે હું એ વચન પાળીશ.” નવઘણ રાજ્યસુખમાં પડે. દેવાયત ગુજરી ગયે. તેની પત્ની પણ સ્વધામ ગઈ અને જાસલ તેના માલધારી પતિ સાથે વનમાં વસી. સં. 1087 ને ભયંકર દુકાળ પડે.” અને ઘાસના અભાવે પશુઓ મરવા લાગ્યાં ત્યારે જાસલ તેના પતિ 1. વિગતવાર ચર્ચા “સોમનાથ” ગ્રંથમાં કરવામાં આવી છે. મીઠાખાન નામ કલ્પિત અથવા અપભ્રંશ થયેલું જણાય છે. તત્કાલીન મુરિલમોમાં “મીઠાખાન” એવું નામ હોવાનું સંભવતું નથી. 2. દીવાન રણછોડજી દેવાયતે સાત પુત્રોનું બલિદાન દીધું હતું તેમ “તારીખે સેરઠમાં 3. માંડવ અમારે મહાલતાં તે દી' બંધવા દીધેલ બેલ કર કાપડની કેર જાસલને જૂનાના ધણું. 4. કુવે કાદવ આવીયા નદીએ ખેટયાં નીર સેરઠ સત્યાસ પડયા અમે વરતવા આવ્યાં વીર. (દુહામાં “અડતાળ” પડે એમ લખે છે. પણ આ દુકાળ સત્યાસીઓ હતો.) લખે છે.