________________ 23 ગુજરાતના સુલતાન * બહાદુરશાહે જુના ગેવા હતા ત્યાં પત્ર લખી મેગલેને હંફાવવાની માગણી કરી અને તે કામ માટે તેના હાથમાં કેદી બનેલા ડીઓને ડ” મેસ્કવોટાને તથા બીજા કેદીઓને સ્વાતંત્ર્ય આપી મોકલ્યા. પણ ચોમાસું જામી ગયું હતું. તેથી બહાદુરની મદદે કઈ જઈ શક્યા નહિ. ઊલટાને કમાન્ડર માટીન આફઝે છે ડિસુઝાને બહાદુરને મદદ ન કરવી તે હુકમ મળે અને ગુનેએ પિતાના સેક્રેટરી સીમાઓ ફરેરાને ખાનગી રીતે દીવ મેક. ડીસુઝાએ હુકમને અનાદર કર્યો અને દીવ પહોંચ્યા. ત્યાં તે તથા ફરેરા મળ્યા અને બને દારૂના પીઠામાં લડી પડયા. પરિણામે ઈ. સ. ૧૫૩૫ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે કમનસીબ બહાદુર પાસેથી દીવમાં કિલ્લે બાંધવાની પિટુગીઝેએ રજા મેળવી. દીવની તહ : આ પછી અને ડા કુન્હાએ બહાદુરશાહ સાથે પાકી તહ કરી, જેની રૂએ દીવમાં કિલે બાંધવાની રજા મેળવી. અને બદલામાં સમુદ્ર તેમજ જમીનમાર્ગે બહાદુરશાહના દુશ્મને સામે મદદ દેવા પિોર્ટુગીઝોએ સ્વીકાર્યું વધારામાં દીવમાં જે માલ આવે તે ઉપર સુલતાન જકાત લે અને બદલામાં વસઈને કિલ્લો સેંપી દેવાની પાકી કબૂલત આપી. તે સાથે બન્ને પક્ષોએ ધાર્મિક સહિષ્ણુતાની પણ કબૂલત આપી. મુસ્લિમ તવારીખનું મંતવ્ય : “મિરાતે સિકંદરી’ પ્રમાણે ફિરંગીઓએ દયાજનક દશામાં આવી પડેલા સુલતાનને સહાય કરી, તેના બદલામાં ગાયના ચામડા જેટલી જગ્યામાં કિલ્લે બાંધવા માગણી કરી. સુલતાને તે મંજૂર રાખી; પણ ફીરંગી એ ચામડાના ઝીણા ઝીણા ટુકડા કરી તેને હારબંધ મૂકી કિલ્લો બાંધ્યું. આ વાત હાસ્યાસ્પદ અને ન માનવા જેવી છે. ગુજરાતના મગરૂર અને મર્દ સુલતાનની સંકટગ્રસ્ત સ્થિતિને લાભ લઈ જે નુના ડા કુન્હાને મળવા પણ બહાદુરે પરવા કરી ન હતી તે સુલતાનને આજે તેણે ફરમાવેલી શરત કબૂલ કરવી પડી. બહાદુરશાહને પ્રયત્ન H ઇ. સ. ૧૫૩૬માં સૌરાષ્ટ્રના ઠાકરે અને જમીનદારોની સહાયથી તેમજ ઈમાદ-ઉલ-મુલ્કના પ્રયત્નથી પ્રબળ સૈન્ય સજી ગુજરાત ફરીથી જીતવા માટે બહાદુરશાહે કમર કસી. પણ આ સૈન્યને નાસીર મીરઝાં તથા હિંદુ બેગે મહેમદાબાદ અને નડિયાદની વચમાં પરાભવ કર્યો અને બહાદુરનાં સ્વપ્ન સરી પડયાં. હુમાયુ આફતમાં. પરંતુ હુમાયુ ઉપર શેરશાહ પ્રબલ સ્વરૂપ ધારણ કરી તેના પાયા ખાદી રહ્યો હતો. તે સમાચાર મળતાં હુમાયુ દીલ્હી તરફ ગયે અને બહાદુરશાહે દીવમાંથી નીકળી પુનઃ ગુજરાત પ્રાપ્ત કર્યું. 1. 'The Rise of the Portuguese Power' By Whiteway!' આધારે છે. કેમીસેરીયેટ.