________________ સૌરાષ્ટ્રને ઇતિહાણ શકે તે સ્વાભાવિક હતું. તેમણે ઝાંઝમેર ઉપર ચડાઈ કરી તે જીતી લીધું. હમીર નાસી ગયેલા અને ગોપનાથ મહાદેવના મહંતનું શરણુ શોધ્યું. મહંતે, વખતસિંહજીએ તેને મારી ન નાખવે તે શરતે સેંપી દીધું. વખતસિંહજીએ વચન પાળ્યું, તેથી હમીરે વાઘનગર સિવાયનાં જીતી લીધેલાં ગામે પાછાં આપ્યાં અને ભાવનગરનાં ગામમાં લૂંટ ન કરવા વચન આપ્યું. હમીરને પરાસ્ત કરી વખતસિહજી મહુવા ઉપર ચડયા. મસરીને પુત્ર જશે ખસિયે સૈન્ય લઈ સામે લડવા આવ્યું. અને પક્ષે વચ્ચે છ દિવસ સુધી લડાઈ ચાલી. જશે મહુવાના ગઢમાં ભરાઈ ગયું અને વખતસિંહજીને મહુવા જીતવાનું કઠિન જણાયું; પરંતુ ભાગ્યદેવી તેની ધજા ઉપર બેઠી. તેની તેમના ગેળાએ કિલ્લામાં માર્ગ કરી આપ્યો અને ભાવનગરનું સૈન્ય તેમાંથી દાખલ થયું. જશે ખસિ ગીરમાં નાસી ગયે અને ઈ. સ. ૧૭૯૩માં એ રીતે મહુવા ભાવનગર રાજ્યના ખાલસા વિસ્તારમાં ભળી ગયું. જૂનાગઢનું થાણું મહુવામાં હતું. તેને પણ વખતસિંહજીએ ઉઠાડી મૂકયું. જશે રાજુલાના ભેળા ધાખડાના આશ્રયે રહ્યો. તેથી વખતસિંહજીએ રાજુલાને ઘેરે ઘા. રાજુલા પડયું અને ભેળા ધાખડાએ વખતસિંહજીને કેટલાંક ગામ આપી પિતાનો બચાવ કર્યો. વખતસિહજીએ તે પછી ડેડાણના દંતા કેટલાકને નમાવી તેની પાસેથી નજરાણું લીધું. હમીર ખસિયાએ ચિતળમાં કાઠીઓએ એકત્ર કરેલ સૈન્યમાં પિતાના માણસે મોકલ્યા હતા. તે બહાનું કાઢી વખતસિંહજીએ વાઘનગર પણ લઈ લીધું. તેથી હમીર અને જશાએ ભાવનગર સામે બહારવટું શરૂ કર્યું; પણ જશે મરી ગયે અને હમીર તથા ખીમે ખસિયે શરણે આવતાં હમીરને સેંદરડા તાબાનાં દશ અને ખીમાને મેનપુર તાબાનાં બાર ગામને ગિરાસ આપી, વખતસિંહજીએ ઈ. સ. ૧૭૦માં તેને તમામ મુલક ખાલસા કર્યો. આમ, ખસિયા લેકેનું બળ પણ ભાંગી ગયું અને ભવિષ્યમાં ભાવનગર સામે માથું ઊંચું કરવાની શકિત તેઓ ગુમાવી બેઠા. - રાધાબા ભાવનગરમાં પેશ્વા માધવરાવે તેના કાકા રઘુનાથરાવ ઉર્ફે રાધેબાને પૂનામાંથી કાઢી મૂક્યા, ત્યારે અંગ્રેજોના કહેવાથી તેને ભાવનગરમાં વખતસિંહજીએ આશ્રય આપે અને પિતાના વહાણુમાં મુંબઈ મોકલી આપ્યા. 1. મસરી ખસિયો આ વખતે ગુજરી ગયા હતા. - 2. તુલસીશ્યામના મહંતે પિતાના શિષ્યને જીવતી સમાધિ અપાવી ડેડાણના કેટલા દરબારને પુત્ર આપેલ અને કહેલું કે જે દાંત સાથે જન્મે તો તેની માનતાને છે તેમ સમજવું. દાંત સાથે જ તેથી તેનું નામ દત પાડયું. . !