________________ મુગલ સામ્રાજ્ય 381 દીવાન રણછોડજીના શબ્દોમાં કહીએ તે “અંગ્રેજી સેના તફાની સાગરનાં ઊછળતાં મોજાની જેમ કર્નલ કનકની સરદારી નીચે જામનગર ઉપર આવી.” કનલની સાથે ફતેહસિંહરાવ ગાયકવાડ, દીવાન વિઠ્ઠલરાવ દેવાજી, ગંગાધર શાસ્ત્રી, મીર , સાહેબ કમાલુદ્દીન તથા સરફરાઝઅલી પણ પિતાનાં સૈન્ય લઈ આવેલા. જામસાહેબે દીવાન રૂગનાથજીને તાબડતોબ પિતાની સહાયમાં બોલાવ્યા. એક દિવસના યુદ્ધના અંતે પરિણામ અનિશ્ચિત રહ્યું; પણ દીવાન રૂગનાથજીએ સુલેહ કરવા સલાહ આપી રજપૂત કુળના શરણાગતના રક્ષણને ધર્મ પાળી પિતાનું બલિદાન દેવા જામ જસાજી તૈયાર હતા, પરંતુ અંતે મહાજન અને ગોવર્ધનગિરિ ગુંસાઈના સમજાવ્યાથી તથા દીવાન રૂગનાથજીની દરમ્યાનગીરીથી સુલેહ થઈ. જૂનાગઢની જોરતલબી : ઈ. સ. 1813: કર્નલ વેકરે કંડોરણાને ઘેરે ઘાલે, ત્યારે દીવાન રણછોડજીએ એની મુલાકાત લીધી. વિઠ્ઠલરાવ દેવાજી તેમની સાથે હતા. આ મુલાકાત પછી, જૂનાગઢ જુનાગઢ બહાર તેનાં સૈન્ય જોરતલબી વસૂલ લેવા કે બીજા કેઈ કારણે બીજા રાજ્ય ઉપર લઈ ન જવા એ ત્રણે વચ્ચે કરાર થયે. જનાગઢની જોરતલબી બ્રિટિશ સત્તા વસૂલ કરીને આપી દે તેવી ગોઠવણ કરવામાં આવી. જે જમાદાર ફતેહમામદની ફરી ચડાઈ : ઈ. સ. 1813 : કચ્છના ફત્તેહમામદે ફરી એકવાર હાલાર ઉપર ચડાઈ કરી. મેરુની ગેરહાજરી જણાઈ ગઈ પણ જામસાહેબે ગેકળ ખવાસ તથા ગજસિંહ ઝાલાની સરદારી નીચે તેને સામને કરવા સૈન્ય મોકલ્યું. દીવાન રણછોડજી તેની મદદે આવી પહોંચ્યા. હડિયાણા પાસે બને સિન્ય સામસામાં ભેટયાં. જામનગર પક્ષે તે૫ શરૂ કરી અને થેડીવારમાં સુંદરજી શિવજી સોદાગરે શ્રત ધ્વજ ફરકાવી, વડોદરાના રેસિડન્ટ કર્નલ કનકની યુદ્ધ ન કરવાની આજ્ઞા બતાવી ત્રણ દિવસની સુલેહ કરી; પણ સુલેહની શરતે પ્રમાણે લૂંટને માલ 1. વિઠ્ઠલરાવ એક મહાન સરદાર હતા. રણછોડજીએ બાબાજીને વંથલીથી કાઢી, સેમનાથનાં દર્શન ન કરવા દીધા; તેથી તેને તેના ઉપર વેર લેવું હતું. કર્નલ વોકરે તેના મુખેથી રણછોડજીની થતી નિંદા સાંભળી ત્યારે કહ્યું કે “દિલહીને કયા સુલતાનની કયા સનંદના આધારે નવાબ જૂનાગઢની ગાદી ઉપર છે? અમરજીએ જીતેલા પ્રદેશ હું લઈ તેના દીકરાઓને આપીશ. ગાયકવાડે મુકરર કરેલ દીવાનજીનું આઠ લાખ કોરીનું લેણું નવાબે ભરપાઇ કર્યું નથી; અમરજીના માથા બદલ આપેલાં ગામો ઈ. સ. ૧૭૮૩માં દગાથી પાછાં લઇ લીધાં તે માટે હું નવાબને ખુલાસે માગીશ. રણછોડજીના શત્રુ તે અંગ્રેજ હકૂમતના શત્રુ છે.” “તારીખે સોરઠ.” 2. આ સુલેહની શરત પ્રમાણે જામસાહેબે દસ વર્ષ સુધી પ્રતિ વર્ષ એક લાખ કેરી - આપવા તથા કમછની તેર લાખ કરી લેણું હતી તે ભરી દેવા કબૂલ કર્યું.